પ્રાચીન આત્મા

રણ સૂકું ભથ રણ, રણ એટલે રેતાળ રણ જ નહિ પણ, દલદલીય ક્ષેત્ર,કચ્છનો મીઠાવાળો રણ, ભારત-પાકિસ્તાનના અનામી વિસ્તાર જ્યાં મોટા પ્રમાણમાં સફેદ મીઠાથી ઘેરાયેલો છે. સફેદ મીઠાના સ્તર પછી, કાદા,કીચડ વાળી ખારી જમીન, જ્યાં માઈલો સુધી કોઈ માણસ, પશુ, પક્ષીઓ કોઈ  જ જોવા મળે નહિ, ભુજથી  દોઢ એક સો માઈલ દૂર, આ વિસ્તારમાં એક પ્રાચીન પરમાણુંઓના અવશેષોની શોધ અંગે ગુપ્ત રીતે ખોદ કામ ચાલુ હતું.  સરસ્વતી સભ્યતાના અવશેષો, અને ઘણું બધું શૂરવાતી સ્તરે અહીં પ્રાપ્ત થયું હતું. ગુપ્ત અંત્યત ગુપ્ત રીતે, કેટલાક પુરાતત્વીય, પરમાણું વિજ્ઞાનીઓની મોટી ટિમ અહીં આવી ચુકી હતી. રહેવાં માટે ટેન્ટમાં બાંધ્યાં હતા. સવાર સાંજ અહીં, ખોદકામ ચાલુ રહેતો,  શૂરવાતી સ્તરે મળેલા સરસ્વતી સભ્યતાના અવશેષો હડપ્પા, અને મોહેજો-દળો સભ્યતાઓથી થોડા મળતા તો થોડા અલગ તરી આવતા હતા. સરસ્વતી નદી, જે ભારતમાં ધગ્ધર અને  પાકિસ્તાનમાં હાકડા નામે ઓળખાય છે. જેને ઐતિહાસિક વૈદિક સરસ્વતી નદી પણ કહેવામાં આવે છે. જે શિવાલિકની પહાડી ક્ષેત્રમાંથી નીકળી નીચે ગુજરાતના કચ્છના રણમાં સમાઈ જાય છે. આ વિસ્તારમાં ગત ૧૦૦ વર્ષો દરમિયાન હડપ્પા વસાહતોનાં ૫૦૦થી વધુ સ્થળો મળી આવ્યાં છે.

રણ સૂકું ભથ રણ, રણ એટલે રેતાળ રણ જ નહિ પણ, દલદલીય ક્ષેત્ર,કચ્છનો મીઠાવાળો રણ, ભારત-પાકિસ્તાનના અનામી વિસ્તાર જ્યાં મોટા પ્રમાણમાં સફેદ મીઠાથી ઘેરાયેલો છે. સફેદ મીઠાના સ્તર પછી, કાદા,કીચડ વાળી ખારી જમીન, જ્યાં માઈલો સુધી કોઈ માણસ, પશુ, પક્ષીઓ કોઈ  જ જોવા મળે નહિ, ભુજથી  દોઢ એક સો માઈલ દૂર, આ વિસ્તારમાં એક પ્રાચીન પરમાણુંઓના અવશેષોની શોધ અંગે ગુપ્ત રીતે ખોદ કામ ચાલુ હતું.  સરસ્વતી સભ્યતાના અવશેષો, અને ઘણું બધું શૂરવાતી સ્તરે અહીં પ્રાપ્ત થયું હતું. ગુપ્ત અંત્યત ગુપ્ત રીતે, કેટલાક પુરાતત્વીય, પરમાણું વિજ્ઞાનીઓની મોટી ટિમ અહીં આવી ચુકી હતી. રહેવાં માટે ટેન્ટમાં બાંધ્યાં હતા. સવાર સાંજ અહીં, ખોદકામ ચાલુ રહેતો,  શૂરવાતી સ્તરે મળેલા સરસ્વતી સભ્યતાના અવશેષો હડપ્પા, અને મોહેજો-દળો સભ્યતાઓથી થોડા મળતા તો થોડા અલગ તરી આવતા હતા. સરસ્વતી નદી, જે ભારતમાં ધગ્ધર અને  પાકિસ્તાનમાં હાકડા નામે ઓળખાય છે. જેને ઐતિહાસિક વૈદિક સરસ્વતી નદી પણ કહેવામાં આવે છે. જે શિવાલિકની પહાડી ક્ષેત્રમાંથી નીકળી નીચે ગુજરાતના કચ્છના રણમાં સમાઈ જાય છે. આ વિસ્તારમાં ગત ૧૦૦ વર્ષો દરમિયાન હડપ્પા વસાહતોનાં ૫૦૦થી વધુ સ્થળો મળી આવ્યાં છે.

                   ****

અન્ના કોલેજ, ચેનાઈ

“હૈ,  અક્ષત.”

“હૈ…” કહેતા તેણે ફરીથી પોતાનું મોઢું લેપટોપમાં પરોવી દીધું.

“એક ગુડ ન્યુઝ છે. અને એટલી જ સન્સનીખેજ..”

અક્ષતએ ખાસ ધ્યાન  ન આપતા  લેપટોપમાં જોવાનું ચાલુ રાખ્યું.

“સરસ્વતી સભ્યતા, અને પ્રાચીન પરમાણું વિશે કચ્છના રણમાં એક ગુપ્ત શોધખોળ ચાલી રહી છે.”
સરસ્વતી સભ્યતાનું નામ સાંભળ્યા તે ઉછળી જ પડ્યો… 

“સરસ્વતી સભ્યતા, પ્રાચીન પરમાણું? ગુપ્ત શોધ હું કઈ સમજ્યો નહી..”

“એક કે જેના વિશે તું શોધે છે. વાંચે છે. ઘણું બધું જાણે છે. તે સભ્યતા અંગે ભારતમાં કઈ મળ્યું છે. કે મળવાનું છે. એ પણ બહુ જલ્દી…”

“જીવા,  મને તે સભ્યતા અંગે જાણવાની આટલી ઉત્સુકતા  કેમ છે ખબર છે?”   જીવા તેની સામે, ઉત્સુકતાવશ જોતી રહી…”એ સભ્યતા આપણાથી એડવાન્સ હતી. તે આપણાથી હજારો વર્ષ આગળ હતી. તેના શંશોધન તેની ટેકનોલોજી સમજવી કે તેની કલ્પના કરવી આપણા ગજા બહારની વસ્તુ છે. આપણે તો ફક્ત બ્રહ્માંડ વિશે પાંચ ટકા જાણીએ છીએ..હજુ આપણે આપણા પડોશી ગ્રહ સુધી નથી પોહચી શક્યા… અને તેઓ બીજી આકાશ ગંગામાં આરામથી હરીફરી શકતા હતા.”

“ઓહ વાવ…” જીવાએ કહ્યું.

” તું શું જાણે છે. આ ગુપ્ત મિશન અંગે?”

“એજ કે આ મિશનના મુખ્ય સંચાલકોમાં આપણા પ્રો. વિક્ટર પણ છે.”

“પ્રો. વિક્ટર “

“હા પ્રો.વિક્ટર. મને એ પણ ખ્યાલ છે. આ સભ્યતા અંગે તને વધુ જાણવું જ નહીં પણ આવા કોઈ મિશનમાં જવાની ઈચ્છા પણ હશે.હું જરૂર કાલે પ્રો. ને તારી અને તારી શોધો અંગે વાત કરીશ…”

“થેન્ક યુ, થેન્ક યુ સો મચ જીવા. હું પણ કદાચ આ સભ્યતાના અંત વિશે જાણવા માગું છું. કેટલાક અંશે જાણું પણ છું. પણ શું તે સત્ય છે? એજ મારે શોધવુ છે.”

“ગુપ્ત માહિતી?” જીવાએ અક્ષત તરફ જોતા કહ્યું.

“હા ગુપ્ત માહિતી, તને શું લાગે છે. આટલી તાકાતવર સભ્યતાનું અંત કોઈ કુદરતી આફતથી સંભવ હતું? શું તેની પાસે બધા જ રસ્તાઓ બંધ થઈ ગયા હતા? આટલી મહાન સભ્યતા અચાનક જ આ રીતે વિનાશ થઈ ઈતિહાસ થઈ જાય પાછળ કોઈ તો કારણ હોવો જોઈએ. શું તે પુસ્તકમાં લખ્યું તે સાચું છે? શું સરસ્વતી સભ્યતાનો અંત એ કોઈ  સળયંત્ર હતું?”

“શું કઈ રહ્યો છે. મને તો કઈ જ ખબર નથી પડતી….”

તે ખંઘુ હસ્યો.

“કાલે મળીએ, પ્રો. ની કેબિનમાં…” જીવા કહેતા જ ખાલી કલાસના મુખ્ય દરવાજાથી બહાર નીકળી ગઈ..

” જરૂર..”

પુસ્તકમાં જેની વાત કરી છે. તે ફરીથી ક્યાંક? શું મારે આ ખોદકામ શોધ અટકાવી દેવા માટે પ્રો. ને કહેવું જોઈએ, શું તે જ જગ્યા છે જ્યાં પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે ઘટયું હતું? મારે હવે શું કરવું જોઈએ? એક વખત તો મારે અવસ્ય જવું જોઈએ.

****

ખોદકામ વચ્ચે કઈને કઈ અડચણ ઉભી થઇ રહી હતી. એક સુરંગની જેમ ખોદકામ થયું હતું. ખુલ્લી જગ્યામાં કિંમતી મૂર્તિ, સોના ચાંદીના આભૂષણો, માનવ હાડપિંજરો, અને કેટલું બધું હતું. જેમ જેમ આગળ અંદર તરફ જતા, તાપમાનમાં ભારે ભરખમ વધારો થઈ રહ્યો હતો. કેટલાક  હાડપિંજર બેઠેલી અવસ્થામાં હતા.

“ભાગો, ભાગો.. ” સૌથી વધુ લોકોની ટિમમાં હડકંપ મચી ગઇ હતી. અંદરથી બરાડો, ચીંખોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આસપાસ કોઈ બૉમ્બ વિસ્ફોટ થયું હોય એને જે બધું અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ધૂળનું વવાડઝોડું ઊંચે સુધી અને દૂરથી પણ દેખાતું હતું. કેટલાક પરમાણુ વિજ્ઞાનીઓ, અને પુરાતત્વીયોઓની અંદર મોત થઈ હતી.

તે ક્ષણ કેટલીભયાનક હતી. લોકો કામ કરી રહ્યા હતાં. જમીનથી અમુક મીટર અંદર, એક ભયાનક અવાજ કાનના પડદા ફાડી દે તેવો ભયાનક હતો..
જમીન  હલનચલન કરવા લાગી અને પછી જે થયું.તે બધાની સામે હતું.

ક્રમશ.

Advertisements

કસુવાવડ

image

લગ્નજીવન સુખી હતું. અભિમન્યુ એક મલ્ટીનેશન કંપનીમાં જોબ કરતો હતો. મેં મારી એન્જિનયરિંગની ડિગ્રી માળીએ ચડાવી દીધી હતી, તેને પસંદ નોહતું હું જોબ કરું.મારા મમ્મી પપ્પાને  પસંદ નોહતું કે, હું અભિમન્યુની વાતોની અવગણના કરું, ઠીક છે! અભિમન્યુ કમાય છે.હું હાઉસવાઈફ છું. ઘરમાં અમે બે જ છીએ, એટલે સવારના ટિફિન સિવાય કોઈ ખાસ કામ હોતું નથી. સાસુ-સસરા રાજકોટ છે,અમે કચ્છ

કચ્છને જેટલું વિરાન, રૂઢિચુસ્ત માન્યું હતુ તેટલું પણ તે અરુચિકર નોહ્તું, ઊલટું અમે નલિયામાં ખૂબ ખુશ હતા. રેતાળ દરિયા કિનારે, ક્યારેક અભિમન્યુ સાથે હોય, તો ક્યારેક સ્વંયમ સાથે જ ગોષ્ટીઓ કરતી હું દૂર નીકળી જતી, ક્ષિતિજ રેખાને આંબવાના ઇરાદેથી.

પીંગલેશ્વર મહાદેવની ગોદમાં જ પીંગલેશ્વરનો દરિયા કાંઠો છે. કહેવાય છે,સમુદ્ર કુંવારો છે.એટલે ધુંધવાય છે. દુર-દુર સુધી તેનો અવાજ સંભળાય છે. અહીં કોઈ ભૂલથી પણ નાહવા નથી પડતું નહિતર સમુદ્ર તેને ભરખી લે છે. કુંવારા પુરુષનું પણ કઈ આવું જ હોય છે?

“અભિમન્યુ….અભિમન્યુ… બે યાર કેમ ચૂપ છે?”

“તું મારી મમ્મી સાથે આવુ વર્તન કેવી રીતે કરી શકે?”

“તને મારુ વર્તન દેખાય છે. તારા મમ્મીએ જે કહ્યું તે તું ભૂલી ગયો? “

“તે જે હોય તે… તારે મમ્મી જોડે આવી રીતે નોહતું વર્તવું…”

આજે અભિમન્યુનુ નવું જ રૂપ જોયું, મોટા ભાગે તે ચૂપ હોય છે. હું બોલું છું.આજે તે બોલતો હતો.હું ચૂપ હતી. મારા સાસુ-સસરાને ઈચ્છા છે. અમારા ઘરે પારણું બંધાય, જે દરેક માતા-પિતાની હોય છે. મને કસુવાવડ થવાથી મારી સાસુને ખૂબ ઝટકો લાગ્યો, ફરીથી મને પ્રેગ્નન્સી રહેતી નથી!તેણે ભૂવાઓ પાસે જોવડાવ્યું, માનતાઓ માની, પણ કઈ થયું નહિ, આટલું જલ્દી ? હું પણ  માણસ છું, બાળકો પેદા કરવાનું મશીન નહિ,પણ તે નથી સમજતા! નથી અભિમન્યુની હિંમત થતી,કે તેને કઈ કહી શકે.

અભિમન્યુ, ઓછો એક્સપ્રેસિવ છે. લાગણીઓ ક્યારેક જ બતાવતો, લગ્નના શૂરવાતના દિવસોમાં મમ્મી-પપ્પાની સામે મારી સાથે બોલવાનું પણ ટાળતો, તેના મેં બે રૂપ જોયા છે. બેડરૂમની અંદર અને બેડરૂમમી બહાર, બહુ માપી માપીને બોલાનાર અભિમન્યુનો વર્તન હવે સ્થાઈ રીતે આવો જ રહેતો, તે ઓફિસ માટે વહેલો નીકળી જતો. છેલ્લા કેટલાક દિવસોથી ટિફિનની  ના કહી દીધી હતી. મોડે આવતો, અને બસ પથારી પર પડતા જ ઉંઘી જતો. કે ઊંઘવાનો ઢોગ કરતો? અમે એક છત નીચે પણ અજાણ્યાઓની જેમ રહેતા, ઘણી વખત અજાણ્યાઓની જેમ હું તેને વોટ્સએપ કરતી તે રીડ કરીને પણ જવાબ ન આપતો, કોલ પણ ક્યારેક ઉપાડતો,તો ક્યારેક દિવસો સુધી વાત પણ ન કરતો. તેનો વર્તન ખૂબ રુડ થઈ ગયો હતો.

એકલતા મને કોરી ખાતી, આટલા નાના લગ્નજીવનમાં આટલો ભયાનક ઝગડો થશે મને ખબર નોહતી, જેના માટે ઘર તજ્યું, સપનાઓ તજ્યા તે મારા માટે આટલો સ્ટેન્ડ ન લઈ શકે? મને આટલી જલ્દી બેબી જોઈતા પણ નોહતા! ફક્ત અભિમન્યુના સમજવાથી હું તૈયાર થઈ હતી. મને માનવામાં માટે કેટલુ કર્યું? મારી ફેવરિટ ચોકલેટ, આઇસ્ક્રીમ, પિઝા જ્યાં સુધી મેં હા ન કરી ત્યાં સુધી રોજ લાવતો, તેની મનવાની કળા હું જાણું છું, શુ મમ્મીને પણ આ જ રીતે સમજાવી ન શક્યો હોત? તેને મને સાંભળવાની પણ  તસ્દી નથી લીધી! શૂરવાતમાં અમે કેટલા ખુશ હતા. હરવું-ફરવું, ખાવું-પીવું, દર શુક્રવારે ફિલ્મ જોવી..લાંબી વોક..બધું જ જાણે, હવે વિસરાઈ ગયું હતું. લાગે છે તે અભિમન્યુ કોઈ બીજો જ હતો.

મને બાળકો નથી થતા એવું તે કહે છે. એમાં મારું શું વાંક? મમ્મીએ કહ્યું, રિપોર્ટ કરવીએ, તે પણ નોર્મલ છે. રહી વાત મમ્મીની કે મને નજર લાગી છે.જોવડાવી લઈએ, આ કરાવીએ તે કરાવીએ, આ એકવીસમી સદી છે. હું આ બધા જમેલામા નથી ફસાવા માંગતી, અભિમન્યુ તો ભણેલો છે? તે કેમ તેની મમ્મીનો આંધળો વિશ્વાસ કરે છે. મને કંઈ થઈ ગયું તો?

હું થાકી ગઈ હતી. કે થકાવામાં આવી હતી. મેં ખૂબ વિચાર્યું પછી અંતે મારી પાસે એક જ રસ્તો હતો. જે દરેક સ્ત્રી અપનાવે છે. સમાધાન..

“અભિમન્યુ,  હું તાંત્રિક પાસે જવા તૈયાર છું…”

તેના મુર્જાયેલા ચેહરા પર હાસ્ય રેલાઇ ગયું. તે દોડીને મારી પાસે આવ્યો, મને ભેટી પડ્યો,મારા ગાલ પર હોઠો પર કમોસમી વરસી પડ્યો. લોકો કહે છે કાંચીડા રંગ બદલે છે. માણસને આજ દિન સુધી કેમ કોઈએ રંગ બદલતા નહિ જોયો હોય?

અલ્પેશ બારોટ

                               સમાપ્ત…

રહસ્ય:૨૫(અંતિમ પ્રકરણ)

પૃથ્વી ઉપર રાત ન હોત તો? ન હોત તો, એવું વિચારતા જ વ્યાકુળ થઈ જવાય છે નહિ? માણસ,પશુ, પક્ષીઓ દુનિયાનો કોઈ જીવ દિવસ પછી રાત જંખે જ છે. પોતાની જાતને ફરી તરોતાજા કરવા, મીઠી ઊંઘમાં સરવા રાત જરૂરી છે. દરેક રાતની એક સવાર નક્કી હોય છે. તેવી જ એક સવારે સૂરજની પહેલી કિરણ બારીમાંથી ડોકિયું કરી, ઘરમાં આવી રહી હતી. ઘરની પાછળ ખુલ્લા ખેતરોમાંથી કોયલ, મોરના ટહુકાઓ સંભળાઈ રહ્યા હતા. મમ્મી આજકલ જગાડવા નથી આવતી. આવે પણ કયાંથી ? તે મને ઊઠાડી-ઉઠાડીને થાકી જાય, પણ હું ટસનો મસ ના થાઉં! આજકાલ તેણે નવો પેતરો અજમાવ્યો છે. રોજ સવારે આવી, મારા ઓરડાનો પંખો બંધ કરી જાય છે. ગરમીના કારણે, હું પથારીમાં પડખાઓ  ફર્યા કરું.ઊંઘવું મારુ પ્રિય કામ છે પણ, ના જાણે કેમ આજે ઊંઘ નોહતી આવતી. ઘડિયાળમાં જોયું  તો હજુ સાત ને ત્રીસ થઈ છે. મમ્મી હજુ ઓરડામાં આવી નોહતી… તે ફરતા પંખા ઉપરથી અજયે નોંધ્યું.
ફરીથી તેને પોતાનો ધાબળો ખેંચી મોઢા ઉપર ઓઢી ઊઘવાનો પ્રયત્ન કર્યો પણ કામયાબી મળી નહિ.

“બે યાર ઉંઘ કેમ નથી આવતી…”
તે પથારી પર બેઠો થઈ ગયો..
રાત્રે ઉંઘ સાથે સંકેલી મુકેલા વિચારોએ ફરી જોર પકડ્યું…
માથું ભારે થઈ ગયું હતું. આંખો ચોળતો, આળસ મરડતો , તે ઓરડાની બહાર નીકળ્યો…
ગાય ભેંસોને મમ્મી ચારો મૂકી રહી હતી. પિતાજી ભેંસોની દોવાઈ કરી રહ્યા હતા.

“સૂરજ આજે કઈ દિશામાંથી ઉગ્યો છે?”

પિતાજીની વાત સાંભળી ન સાંભળી,તે પોતાના જ વિચારોમાં ડૂબેલો હતો.  ખરેખર તે સપનું હતું! તેને વિશ્વાસ નોહતો આવી રહ્યો. મહિનાઓ સુધી જે મેં કર્યું, રાજદીપ,મજીદ, પ્રિયા….
પ્રિયાનું નામ લેતા જ ફરી તે હતાશ  થઈ ગયો.

” આ સપનું હોઇ જ ન શકે.”

“શુ ના હોઈ શકે?” પિતાજીએ પૂછ્યું.

“કઈ નહિ , પપ્પા…”

“કઈ તો થયું છે તને.કાલે રાત્રે પણ, તું રાડ કરી ઉઠી ગયો હતો.અત્યાર પણ હું ને તારી મમ્મી ક્યારના જોઈએ છીએ તારું ધ્યાન નથી. તબિયત તો ઠીક છે ને?”

“હા પપ્પા બધું એકદમ ચકાચક….”કહેતા તે બે હાથ હવામાં ઉપર કરી.

“એક…. દો… તીન.. ચાર…
ચાર…તીન…દો…એક…”  બોલતા બોલતા કસરત કરી રહ્યો હતો.

                                   ★

“સવાર સવારમાં તૈયાર થઈને ક્યાં જાય છે?” પપ્પાએ કહ્યું.

“કઈ નહિ પપ્પા‌.અહીં જ વિજય અને કલ્પેશને ત્યાં…”
પપ્પા કઈ ઊંડા વિચારોમાં સરી ગયા.

“હું જલ્દી આવી જઈશ…”કહેતા જ તે નીકળી ગયો”

ગામના પાદરે વડલા પાસે ફોન કાઢી નંબર ડાયલ કર્યા.
ફોન અસ્તિત્વમાં નોહતો. એટલે તેણે વિજયને ફોન કર્યો…
તેનો ફોન પણ અસ્તિત્વમાં નથી. એવુ કેમ? એક સાથે બને ટણપાઓ ફોન બંધ રાખીને બેઠા છે. કાલ રાત્રે ચેટ કરી ત્યાં સુધી બંનેના નંબર પણ મારામાં સેવ હતા. અત્યારે નંબર પણ સેવ નથી બતાવતા!  સુતા હશે બને નમૂના! ત્યાં જઈને જ ઉઠાડી આવું બંનેને…

ગામડાનું સમુદ્ર અને સુખી વાળી-ઘોડી વાળા સમૃદ્ધ ખેડૂતનું ઘર હતું. મોટું વિશાળ આંગણું, પાકા મકાન,આંગણામાં વિવિધ વૃક્ષ, ફળ, ફૂલ, ગાયો-ભેંસો બાંધેલી હતી.

કલ્પેશની મમ્મી, ગાયો ભેંસોને નવડાવી રહ્યા હતા.

“માસી, કલ્પેશ ક્યાં છે?”
“કોણ કલ્પેશ?” સામેથી જવાબ આવ્યો.
“તમારો પુત્ર.કલ્પેશ..” અજયે આશ્ચર્ય સાથે પૂછ્યું.

“અહીં કોઈ કલ્પેશ નથી રહેતો. તારી કાંઈક ભૂલ થાય છે.” સાંભળતા જ તે દરવાજાની બહાર નીકળી ગયો. આ કઈ રીતે સંભવ છે. કલ્પેશની મમ્મીએ એવું કેમ કહ્યું અહીં કોઈ કલ્પેશ નથી રહેતો. તે દોડતો વિજયને ત્યાં ગયો, ત્યાંથી પણ તેને આજ પ્રકારના જવાબ મળ્યા! આ શું થઈ રહ્યું છે??વર્ષોથી આ જ ગામમાં રહેતા મારા પાકા ભાઈબંધોને એના માં-બાપ પણ નથી ઓળખતા.. ગામના જ એક બે મિત્રોને તેણે કલ્પેશ, વિજય વિશે પૂછ્યું, ભૂતકાળમાં ઘટેલી ઘટનાઓને તેમના અલકમલકના કારસ્તાનોને યાદ કરવાનું પ્રયત્ન કર્યો પણ અંતે શૂન્ય જ મળ્યું. ક્યાંક તે ટાપુ કલ્પેશ, વિજયના અસ્તિત્વને જ નથી ભરખી ગયું ને? મારે જ કોઈ રસ્તો શોધવો રહ્યો. આંખોમાં આંસુનું એક ટીપું પડ્યું, તેની સાક્ષીમાં જ જાણે તેણે તેના મિત્રોને શોધવાનું પ્રણ લીધુ!

“અંજાર જાઉં છું. મોડું વહેલું થઈ શકે છે. કામ ન પત્યું તો એ બે દિવસ પણ લાગી જશે” અજયે તેના પિતાને કહ્યુ.

“કેમ અચાનક દિકરા અંજાર જવાનું થયુ??”
પપ્પા સામે અચાનક વાતો ગુંથી તેણે કહ્યું.
“જલ્દી આવી જઈશ…” કહેતા તે ઘરેથી નીકળી પડ્યો. સમુદ્રના મોજાઓ ઉછાળા મારી રહ્યા હતા. ભરતીનો સમય હતો. જોરજોરથી ફૂંકાઇ રહેલા,પવનમાં    લાઈનમાં ઉભેલા હજારો વહાણોના વાવટાઓ ફરકી રહ્યા હતા. સાથે સાથે મોટી લંગરોમાં બાંધેલા જહાજો હલી રહ્યા હતા. કેટકેટલા લોકો તેની ઉપર કામ કરી રહ્યા હતા.  ત્યાંથી પસાર થતાં એક વ્યક્તિને અજયે પુછયું.
” અહીં કોઈ મજીદ નામનો યુવાન છે જે જહાજમાં નોકરી કરે છે. તેની પાસે એક નાનકડી બોટ પણ છે.”

“હા અહીં ઘણા બધા મજીદ છે. તમને ક્યાં મજીદને મળવું છે?” તેણે જવાબ આપ્યો. બધા મજીદને મળ્યો પણ તે ના મળ્યો જેની અજયને શોધ હતી. નિરાશ થઈ તે પથ્થર પર બેસી વિશાળ સમુદ્રનો કિનારો જોતો રહ્યો. અહીંથી જ શરૂ થયેલી અમારી સફર, આર્મીના વસ્ત્રોના અમે પ્રોફેશનલ આર્મીમેન લાગતા હતા.
આર્મીમેનથી યાદ આવ્યું, સફરમાં અમારી સાથે કેપ્ટન રાજદીપ પણ હતા. તેની છાવણી પણ અહીં જ આસપાસ છે. છાવણી પાસે આવતા જ, બધી યાદો તાજા થઈ ગઈ, હસતા રમતા મસ્તીઓ કરતા તે ચેહરો ફરી આંખ સામે રમવા લાગ્યા..
ગેટ પાસે આવીને તેણે કહ્યું.”કેપ્ટન રાજદીપને મળવું છે.”
“અહીં કોઈ રાજદીપ નામની વ્યક્તિ નથી. તમારી કોઈ ભૂલ થતી હોય તેવું લાગે છે.”

મનમાં જે તેણે જવાબ આપ્યો,ભૂલ થતી નથી, ભૂલ થઈ ગઈ. આ જવાબથી મને કોઈ આશ્ચર્ય નથી થયો,આજ સવારથી જ મને આવું વિચિત્ર સાંભળવાની આદત થઈ ગઈ છે. હવે મારે શું કરવું જોઈએ, ફરીથી તે ટાપુ ઉપર એકલા જવુ જોઈએ? ત્યાં પણ તે લોકો નહીં હોય તો! હવે ફક્ત પ્રિયાને શોધવાની બાકી છે. મણી તેની પાસે છે. તે પણ નહીં હોય તો! તેનું પણ કોઈ અસ્તિત્વ નહિ હોય તો? કઈ રીતે હું મારા મિત્રોને ફરી પાછા આ દુનિયામાં લઇ આવીશ…??
ગામના તે જ વડલા પાસે અજય બેઠો હતો. બધું જાણીતું હોવા છતાં અજાણ્યું લાગતું હતું. અહીં જ તેણે પ્રિયાને પહેલી વાર જોઈ હતી. પહેલી વારમાં જ બંનેની આંખો મળી, આવનાર ભવિષ્યની ભવિષ્યવાણી તો અહીંથી જ થઈ ચૂકી હતી.  રસ્તેથી પસાર થતી, એક સ્ત્રીને પ્રિયાના ઘર વિશે પૂછ્યું.
” હા અહીં ગામના નાકા પાસે જ તેનું ઘર આવેલું છે.”
“જી ધન્યવાદ ” કહેતા તેના પગ પ્રિયા પાસે જવા ઉતાવળા થયા…
ઘર મોટું અને વિશાળ હતું. જાણે કોઈ સમુદ્ર ધનપતિનું ઘર હોય, દરવાજે ડોરબેલની સ્વીચ મૂકી હતી. પ્રિયાને જોવાની જિજ્ઞાસા હતી. દરવાજો ખુલે ત્યાં સુધી પણ તેનું મન રાહ જોઈ શકે તેમ ન હતું. દરવાજો મોટી ઉંમરના બા એ ખુલ્યો.
” શુ આ પ્રિયાનો ઘર છે?” અજયે પૂછ્યું.
“જી,પ્રિયાનું ઘર છે.તમે કોણ?”
આ લોકો પણ મને નથી ઓળખતા.કલ્પેશનો મિત્ર કહીશ તો કલ્પેશનો તો અત્યારે કોઈ અસ્તિત્વ જ નથી..

“બા, હું પાસેની કોલેજમાં જ ભણું છું. મારે પ્રોજેક્ટને લઈને તેનાથી ચર્ચા કરવી હતી. હું પાસેના જ ગામમાં રહું છું. શુ હું પ્રિયાને મળી શકું?”

“તે અમદાવાદ કોલેજ કરે છે.આજે સવારે જ નીકળી ગઈ…”

“ઓહ… શુ મને તેના નંબર મળી શકે?”

“હા….કેમ નહિ!”

ફરી ગામના તે જ વડલા પાસે આવીને પ્રિયાને ફોન મળાવ્યો.

“કોણ અજય?”
ઘણા દિવસ પછી, પ્રિયાનો અવાજ સાંભળ્યો.કોણ અજય? શબ્દ સાંભળતા તેનો હ્દય હણાઇ ગયો. મિત્રોને તો ખોયા, હવે પ્રિયા પણ મને નથી ઓળખતી…
સામેથી ફરી આવાજ આવ્યો”કોણ અજય??”

“બહુ લાંબી વાત છે. મારે તને મળવું જરૂરી છે.”
“મારું મળવું જરૂરી છે? કઈ રીતે? પહેલા તું મને  કે, તારું મને મળવું કેમ જરૂરી છે? એ‌ પછી હું નક્કી કરું, કે તને મળવું કે નહીં!”

“તે પૌરાણિક શિવ મંદિર વિશે તો સાંભળ્યું હશે? ત્યાં કેટલાક સમય પહેલા કેટલાક ચાંચિયાઓ દેખાયા હતા. જેથી હું વિજય, તારા ફઇનો છોકરો કલ્પેશ, અમે તને મળવા આવ્યા હતા. તારા કહેવા પ્રમાણે, તારા પપ્પાના મિત્ર જુના ગાઈડને મળવા કચ્છના રણમાં ગયા હતા.”  અજયે કહ્યું.

“શુ સ્ટોરી છે!! છોકરીને ફસાવાની સારી રીત છે. હું તારી આ વાહિયાત વાત સાંભળી તને મળીશ એવુ તે માની લીધુ? સારી ઇન્ફોર્મેશન ભેગી કરી છે તે મારા વિશે.બીજી વખત ફોન ના કરતો નહિતર પોલીસ કંમ્પ્લેઇન કરીશ….” કહેતા કે તેણે ફોન મૂકી દીધો…..

“તીખી મીરચી છે.”
      

                                    ★
ગુજરાત યુનિવર્સિટીના ઝુલોજી ડિપાર્ટમેન્ટ સુધી તે આવી ગયો હતો. પાસે રહેલી ચાની એક ટફરીએ તે બેસીને પ્રિયાના આવવાની રાહ જોઈ રહ્યો હતો. થોડી જ ક્ષણોમાં તે ત્યાં આવી ગઈ હતી. એંકલ સુધી જીન્સ, પ્લેન શર્ટ, હાથમાં આઈ ફોન એક્સમાં તે મોર્ડન લાગતી હતી. તેનો વ્યક્તિ ખૂબ આકર્ષિત લાગતો હતો. અજય પ્રિયાને અપલક જોતો રહ્યો.તેની સાથે તેની બે ફ્રેન્ડ હતી.

અજય મુંઝવણમાં હતો કે કઈ રીતે તે પ્રિયા સાથે વાત કરશે..  ત્યાં જ  તેના ગળામાં પહેરેલી મણી દેખાણી, અમારા બંનેના સંબધની આ મણી સાક્ષી રહી છે.અજય રાહ જોઇને બેસી રહ્યો કે ક્યારે તેની  ફ્રેન્ડ તેનાથી દૂર જાય! છેલ્લા સાત દિવસથી આજ નિત્યક્રમ ચાલુ હતો.અજય રોજ સવારે ત્યાં આવે,પ્રિયા ક્યારે એકલી પડે તેની રાહ જોઈને બેસી રહે.
ફાઇનલી,પ્રિયા આજે એકલી હતી. સીધું તે જઈને પૂછીશ તો તે મારા પર ભડકી જશે!અજય હિંમત કરી પ્રિયાની બાજુમાં બેઠો…

“હૈ….માય સેલ્ફ અજય..”

“આઇમ પ્રિયા…” કહેતા તેની નજર ફરી તેના  મોંઘા આઈ ફોનની સ્ક્રીન પર જતી રહી…

” તમે ક્યાં ડિપાર્ટમેન્ટમાં છો?”

“ઝુલોજી..” પ્રિયાએ કહ્યું.

“હું બોટનીમાં છું.સામે જ છે. અમારો ડિપાર્ટમેન્ટ..”

“તમને ક્યારેય જોયા નથી…” પ્રિયાએ પૂછયું.

“ન્યુ જોઇનિંગ…”

“ઓહ નાઈસ…કેવી લાગી કોલેજ..?.”

“સુંદર… “

“ચા લેશો?” પ્રિયાએ અજયને કહ્યું.

“યાહ આફકોર્સ….”

આજ રીતે મુલાકાતનો નિત્યક્રમ શરૂ થયો. ચા ના કપના કપ ખૂટવા લાગ્યા…

“તું જાદુમાં વિશ્વાસ કરે છે?” અજયે પૂછ્યું.

“જી નહિ, બિલકુલ નહિ! તું માને છે. આ બધી વસ્તુઓમાં ?”

“હું ફક્ત માનતો નથી.થોડો જાદુ જાણું પણ છું.”

“ઓહ કમ કોન, હું હાથની સફાઈની વાત નથી કરતી…”પ્રિયાએ કહ્યું.

“હું પણ હાથની સફાની વાત નથી કરતો, રિયલ મૅજીકની વાત કરું છું. હું અત્યારે જ તને કરીને બતાવી શકું…”

“ઓહ અચ્છા, ચલ બતાવ…”

“તેના માટે તારે મને કંઈ આપવું પડશે, કોઈ કિંમતી વસ્તુ…” અજયના કહેતા જ તેણે પોતાનો આઈફોન અજયના હાથમાં મૂકી દીધો…

“આ નહિ, કોઈ ઘરેણું…”

ગળામાં પહેરેલ મણી ઉતારીને અજયના હાથમાં આપતા જ તે બોલી ઊઠી. “અજય આપણે અહીં શુ કરીએ છીએ??”
ફાઇનલી અજયે જે ધાર્યું હતું તે જ થયું. મણી ઉતરતા જ તેને બધું યાદ આવી ગયું. આ પણ એક મણીનું જાદુ કહી શકાય.
“બધાનું અસ્તિત્વ જોખમમાં છે.તું અને હું જ બચ્યા છીએ. તારા સુધી આ રીતે પોહચતા,મને મહિનો થવા આવ્યો,આપણે જલ્દીથી ત્યાં શિવમંદિર જવું જોઈએ…”

                                    ★

અમાવશની કાળી મેશ જેવી અંધારી રાત હતી. મારા અને પ્રિયાના ચાલવાથી સુકાઈ ગયેલા પર્ણો પર વિચિત્ર અવાજ ઉતપન્ન થતો હતો. દુશ્મન અમારી રાહ જોઇને જ બેઠા હતા. ચાંચિયાઓની આખી ફોજ અમારી ઉપર ગોળીબાર કરી રહી હતી. જેથી અમારે ટેકરીઓની પાછળ છુપાવું પડ્યું.કેપ્ટનની આજે ખૂબ જરૂર છે. આપણી મદદ માટે અહીં કોઈ નથી. ઘડિયાળ ફિટ રાત્રીના બારનો ટકોરો થતા જ મણીનો પ્રકાશ ખૂબ વધી ગયો. મણિના પ્રકાશમાં અમે જાણે અંજાઈ ગયા ગોળીબાર કરતા ચાંચિયાઓની તરફ મણીનો પ્રકાશ કરતા, બધા ચાંચિયાઓ ત્યાં જ મૂર્છિત થઈ ગયા હતા. પણ ના જાણે કેમ, અહીં ચાંચિયાઓ સિવાય કોઈ બીજાની ઉપસ્થિત પણ મેહશુસ કરી શકાતી હતી. કોઈ પ્રેત કોઈ ચુડેલ, કે ભટકતી આત્માઓ…

વાતવરણમાં ભંયકર અવાજો થઈ રહ્યા હતા. પોહચા હદયનો મનુષ્ય તો હાર્ડ એટેકથી મરી જાય! આટ આટલું જોયું, મેહશુસ કર્યું, તે એમને તોડી ન શકી તો હવે અમારું કોઈ વાળ સુધા વાંકો નહિ કરે! 

મોઢું ફાળી, અઘરું અમારી તરફ વધી રહ્યું હતું.

“મારી ચિંતા નહિ કર, તું જલ્દી શિવમંદિરની અંદર જા…” અજયે કહ્યું.

કાળ જાણે આકાશમાં મંડરાઈ રહ્યો હતો. આકાશમાં કાળો ભમ્મર ઘાટા રંગનો ધુવાળો અંધારી રાતને વધુ અંધારી અને ગાઢ બનાવતું હતું.  અંધારની પાછળ મોટી જટાધારી કોઈ આકૃતિ મારી તરફ વધી રહી હતી. તેનું આખુ શરીર ભભુતધી ભર્યાલું હતું. તેની લાલ આંખો અંગારાઓ જરતી હતી. હાથમાં એક હાડકું હતું. હવામાં ઈશારો કરતા, અજય હવામાં ઉંચાકાંઈ ગયો. હાડકું નીચું કરતા, તે જોરથી જમીન સાથે અથડાતા, લાલ રક્ત તેના માથાના ભાગથી ચહેરા તરફ વહી રહ્યું હતું. તે દર્દથી કરગરી ઉઠ્યો. તે ભભૂતધારી આટાલથી સંતુષ્ટ ન થયો હોય તેમ,એક વૃક્ષ થડથી ઉખાડી અજયની ઉપર ફેંક્યો! અજય મૂર્છિત હવામાં સરી પડ્યો! ફક્ત શ્વાસ ચાલુ હતો….
ફરી તે ભભુતધારીએ એક વિશાળ સિલાને હવામાં ઊંચકી…

પ્રિયાએ મણીની મંદિરમાં સ્થાપના કરી દીધી હતી. આસપાસ આવતા અવાજો, ફરતી આત્માઓ, ચાંચિયાઓ બધું  અદ્રશ્ય થઈ ગયું. વાતાવરણમાં નીરવશાંતિ પ્રસરી વળી, જાણે અહીં કઈ થયું જ ન હોય!  અજય મૂર્છિત હતો….
પ્રિયાએ તેના તરફ દોડ લગાવી..

“અજય, પ્રિયા……”
અંધારમાંથી આવી રહેલા, રાજદીપ,કલ્પેશ,વિજય, મજીદનો અવાજ સાંભળી પ્રિયાના કાન ચમક્યા! અજય પણ અવાજ સાંભળી ઉભો જ થઈ ગયો!
ખજાનો મળવાનું કોઈ ઉત્સાહ ઉમંગ બંનેમા દેખાણો નહિ, જેટલો આ લોકોના આવવાનો….
મંદિરની દીવાલો હલનચલન કરવા લાગી,જાણે કોઈ ભૂકંપ આવ્યો હોય!  કોઈ ગુપ્ત પ્રવેશ દ્વાર જે વષોથી અકળાઈને ખુલ્યો, જેનો કર્કશ અવાજ વાતવરણમાં ગુંજી ઉઠ્યો..

                            સમાપ્ત.

image

રહસ્ય:૨૪

મણી અમારી સામે જ હતી. તેમાંથી નીકળતી પૂર્ણિમાંના ચાંદની જેવી રોશની જ્યારે બરફ ઉપર પડે, ત્યાર કેવો દ્રશ્ય રચાય? બરફમાંથી નીકળતી ઠંડી વરાળ ઉપર ઉઠે ત્યારે જાણે ચાંદની ચાંદ તરફ જઈ રહી  હોય તેવો જ દ્રશ્ય અહી રચાયો હતો. મહેલના આ ભાગમાં દૂધ જેવી સફેદ રોશની  ફેલાઈ હતી.જે આંખ ને જોવી ખૂબ ગમે તેવી હતી. બધા બરફની અંદર બનાવેલી સુરંગમાં પગ ફેલાવી બેઠા હતા.

“આપણે મહિનાઓથી જેને શોધી રહ્યા છીએ, તે મણી, આપણી બિલકુલ સામે છે. પણ આપણે કઈ જ નથી કરી શકતા! ક્યાર સુધી આમ હાથ પર હાથ ધરીને બેઠા રહેશું?” કલ્પેશ કહ્યું.

“હાથ પર હાથ ધરી નથી બેઠા…
વિચારી રહ્યા છીએ. આ કોઈ તારી કોઈ વિડીયો ગેમ નથી..કે  હિરો કૂદીને મણી પકડી લે!” વિજયે કહ્યું.

અમારા શરીરની ઉષ્માથી, બર્ફીલી સપાટી પીગળવા લાગી હતી. રાજદીપે બેગમાંથી ચપ્પુ કાઢી, બરફની ઉપર ખાંચાઓ પાડી રહ્યો હતો.

“રાજદીપ, કેમ ખાંચાઓ પાડી રહ્યા છો?” મજીદે પૂછ્યું.

“કેમ કે આ બરફ પીગળી રહી છે. આપણે આપણું સંતુલન જાળવવા, સપાટી પર પકડ જમાવવા માટે આ જરૂરી છે.”

ટીપ ટીપ કરી, અમે જ્યાં બેઠા હતા,ત્યાંથી બરફ પીગળી, નીચે તરફ જઇ રહી હતી. નીચે સાપ-વીંછીની સેના ફુફાંળા મારી રહી હતી.  અજય ઉભો થઇને  તે બોક્સ તરફ વધ્યો જેની ઉપર તે મહેલના નીચેથી ઉપરની તરફ આવ્યા હતા.

“ક્યાં જાય છે?”

“બોક્સ તરફ… બોક્સ ઉપર નીચે થઈ શકે છે, તો તે સાઈડમાં પણ જઈ શક્શે ને?”અજયે કહ્યું.

” હા તે વાત તો સાચી છે પણ હવે આપણી પાસે બસ એક જ ચાન્સ છે. આપણે તે બોક્સનો હવે લાસ્ટ ટાઈમ જ ઉપયોગમાં લઇ શકીશું….” રાજદીપે કહ્યું.

“આપણે તે બોક્સને મણીની દિશામાં લઈને જશું, તો પણ તેની પોહચથી બહુ દૂર રહી જશું….” અજયે કહ્યુ.

બધા ફરી બોક્સની ઉપર ગોઠવાઈ ગયા. બોક્સ પર” લેફ્ટ ટર્ન ” બોલતા જ બોક્સ આગળ વઘ્યો.
બરફની નીચેથી ઉપર સુધીની દિવાલ તરફ વધી રહ્યો હતો.

“અજય, પ્રિયા,કલ્પેશ, જલ્દીથી અહીં આવી જાવ… “

આ બોક્સ, બરફને ચીરતો આગળ વધશે, તમે ત્યાં ઉભા નહિ રહી શકો….
અને થયું પણ તેવુ જ.બરફની દિવાલ ધરાશાહી થઈ ગઈ, નીચેની જમીનમાં બરફ જે રીતે ભૂકંપમાં પડેલી ઇમારતનો મલબો પડ્યો હોય તેમ ફલાઈ ગયો…

રાજદીપે બીજા બોક્સને આગળ વધવાનું કહ્યુ.

“અજય તને હવામાં લટકી રહેલા બરફના ટુકડા દેખાય છે?”

“હા દેખાય છે. આ કેવી રીતે સંભવ છે?”

બોક્સ આગળ વધી રહ્યો હતો. ત્યાં જ અચાનક જોરદાર ધમાકો થયો,અમે બધા હલી ગયા. અમારી જાત નીચે પડતા માંડ બચાવી શક્યા.

“બોક્સ ક્યાંક અથડાયો છે?” પ્રિયાએ કહ્યુ.

“પણ અહીં તો કઈ જ નથી. હવા સાથે કઈ રીતે કોઈ  વસ્તુ અથડાઈ શકે?” રાજદીપે કહ્યુ.

“રાજદીપ તમેં કહ્યું હતું.તમને બરફના ટુકડાઓ હવામાં તરતા દેખાઈ રહ્યા હતા. હોઈ શકે અહીં કોઈ, અદ્રશ્ય વસ્તુ  હશે, જે આપણે જોઈ ન શક્તા હોઈએ?”  અજયે કહ્યુ.

રાજદીપે હાથ લંબાઈ જોયું….

“હા અહીં કઇ છે. કોઈ દિવાલ! કોઈ પગથિયાં જેવું!” રાજદીપે કહ્યુ.

“શુ તે ફકત અહીં પૂરતા જ મર્યાદિત છે કે પછી ઉપર તે મણી સુધી જાય છે?”  પ્રિયાએ પુછ્યું.

“હું જોઉં છું.” એમ કહેતા રાજદીપ તે અદ્રશ્ય પગથિયાંની ઉપર ઉભો રહી ગયો.

” મેજિક…..મેજિક…. મેજિક….
આઓ … આઓ… આઓ…. બચ્ચો સે લેકે બુઢે, સબકો મનોરંજન દિખાયગા યહ કપુ….” કલ્પેશ  મેળામાં આવતા જાદુગરોનો અવાજ કાઢી બોલી રહ્યો હતો.

“ટિકિટ….ટિકિટ…ટિકિટ..” અજય બોલ્યો.

“શુ ટિકિટ ટીકીટ?” કલ્પેશે કહ્યુ.

“તું જાદુ બતાવીશ તો કોઈ ટિકિટ લેવાવાળું પણ જોઈએ ને?” અજયે કહ્યું.

“ગાઇસ પગથિયાંઓ ખૂબ ઉપર સુધી છે. જેમ ઉપર જઈએ તેમ પગથિયાંઓ નાના થતા જાય છે.”

“તમારી પાસે છેલ્લી દસ મિનિટ છે.” તેવી આકાશવાણી થઈ, તે  જ સમયે હવામાં આરપાર દેખાય તેવી પારદર્શક સેન્ડ ક્લોક  દેખાઈ રહી હતી.

“તમે આગામી દસ મિનિટમાં આ મહેલની બહાર નહિ નીકળ્યા તો  હંમેશ માટે અહીંથી બહાર નીકળવાના દરવાજા બંધ થઈ જશે, જ્યાં સુધી તમને લેવા માટે અહીં કોઈ બીજી વ્યક્તિ ન આવે”

બધા ઉપર તરફ જોઈ રહ્યા હતા.
“ફક્ત દશ મિનિટ…” અજયે રિપીટ કર્યું.

“ગાઈસ ત્યાં ઉપર સુધી બધાનું પોહચવું અસંભવ છે. જેમ ઉપર જઈએ તેમ પગથિયાંઓ નાના થતા જાય છે.” રાજદીપે કહ્યુ.

“જે રીતે આપણે મટકી ફોડીયે નીચે એકથી વધુ જણા, ઉપર એક..એ રીતે આપણે ગોઠવાઈ એક બીજાના શરીરને અડકીને મણીને ટચ કરીશું…. શાયદ આપણે જાદુઈ માર્ગ વળે  અહીંથી બહાર નીકળી શકીએ?”  અજયે કહ્યુ.

બધાએ નક્કી કર્યું, કદ કાઠી અને વજન પ્રમાણે, ઉપર મોકલવામાં આવે…

પહેલા પ્રિયા, કલ્પેશ, મજીદ, વિજય, અજય, રાજદીપ… વારાફરથી પારદર્શક પગથિયાં શોધતા, ઉપર જશે….
જેમ જેમ પ્રિયા ઉપર જઈ રહી હતી તેમ ઘડિયાળમાંથી રેતી નીચે તરફ સરકી રહી હતી. બોક્સમાં હવે ભૂકંપના હળવા જાટકાઓ અનુભવી શકતા હતા.

“ગાઇસ સંભાળીને…” અજયે કહ્યુ.

પ્રિયા એકદમ મણી પાસે ઉભી હતી.ભૂકંપના જટકાઓ પારદર્શક દિવાલોમાં પણ અનુભવાતા હતા.

“જલ્દી કરો… બધા….ફટાફટ ઉપર તરફ વધો….” રાજદીપે કહ્યુ.

અજય બોક્સ મૂકી, પારદર્શક દિવાલ ઉપર ચડ્યો.એક જોરદાર ઝટકો આવ્યો, બધા પોતાના શરીરનો સંતુલન માંડ જાળવી શક્યા. બોક્સની ઉપર એક વિશાળ તિરાડ થઈ ગઈ….

“અજય ફાસ્ટ…..”  શબ્દ પૂરું કરે, ત્યાં જ તે બોક્સ જમીનની નીચે ધરાશાયી થઈ ગયો….
જાણે ભૂકંપમાં કોઈ ઇમારત…
રાજદીપ પારદર્શક દિવાર પકડી લટકી રહ્યો હતો.

“ગાઇસ ફાસ્ટ, બધા ઉપર જાવ… મારી ચિંતા નહિ કરો….”

પ્રિયા, કલ્પેશ, મજીદ, વિજય બધા એકબીજા ના શરીર પકડી લીધા હતા. બાકી હતા તો ફક્ત, અજય અને રાજદીપ…
રાજદીપ હવામાં લટકી રહ્યો હતો.

ભૂકંપના ફરી જોરદાર ઝટકામાં તેનો હાથ છૂટી ગયો…

“અજય તમે જતા રહો, મારી ચિંતા નહિ કરો… મને નથી લાગતું હું હવે ઉપર આવી શકું…. મારે લીધે તમે તમારો ભોગ ન આપો..”રાજદીપે કહ્યુ.

“નહિ… કેપ્ટન… એવું નહિ બોલો…” અજયે કહ્યુ.

ખૂબ ઓછી ક્ષણો બાકી રહી હતી.

“વિજય,હું ઉંધો માંથું કરું છું.  તું મારા પગ પકડજે,હું જ્યારે કહું કે રેડી, તું પ્રિયાને મણી પકડવાનું કહેજે…”

મણીની ચમકથી તેની આસપાસ,પ્રિયા કલ્પેશ ને મજીદ જાણે અંધ થઈ ગયા હતા. પ્રિયા હવે અજયના એક ઇશારાની રાહ  જોતી હતી. વિજય વિચિત્ર પોઝીશનમાં બેસી, ઉપર મજીદનો હાથ પકડી, નીચે અજયના પગ પકડી ગોઠવાઈ ગયો…

“રેડી…” અજયે કહ્યું.

એક ક્ષણ માટે રાજદીપનો હાથ પારદર્શક દિવાલથી છટકી ગયો હતો જે અજયે પકડી લીધો…

“કેપ્ટન હું સાથ નહિ છોડું….”

પ્રિયાએ મણીને હાથમાં પકડી લીધી.

                                    ★

અજય જોરજોરથી શ્વાસ લેતો હતો. આસપાસ અંધારું હતું.રાતે જીવડાઓનો અવાજ બારીની બહારથી આવી રહ્યો હતો.ઘડિયારમાં પોણા બે વાગ્યા હતા.

“કલ્પેશ….. વિજય…..પ્રી….”

“શુ થયું બેટા…??” પિતાજીએ ઓરડાની લાઈટો ચાલુ કરતા કહ્યુ.

તેના ઘરનો જ ઓરડો હતો. જ્યાં તે રોજ સૂતો તે જ પથારી હતી.જ્યાં તે રોજ સૂતો… તેમ છતાં તે આસપાસ વિચિત્ર નઝરે જોઈ રહયો હતો.

“કઈ નહિ પપ્પા, ખરાબ સપનું…” અજયે કહ્યુ.

તેના પિતાએ પાણીનો ગ્લાસ આપી… ઓરડાની લાઈટ બંધ કરી બહાર નીકળી ગયા.

અજયને અચાનક કઈ યાદ આવ્યું હોય તેમ પાસે પડેલા મોબાઈલની સ્ક્રીન જોઈ….

” ઓહ માય ગૉડ, આ કઈ રીતે સંભવ છે? હજુ અમે કાલે જ તે ચાંચિયાઓ ને મંદિર પાસે જોયા હતા. શુ આ એક સપનું હતું?”

     

                              

રહસ્ય:૨૩

મહેલ, દરવાજાઓ, દિવાલો બધું ખૂબ વિચિત્ર હતું. જાણે કોઈ ભૂલભૂલૈયામાં ફસાયા હોઈએ તેવું લાગતું હતું. ફરી ફરીને જાણે એક જ જગ્યાએ પાછા આવતા હોઈએ તેવું લાગતું હતું!

“ગાઇસ, તમે બધા એક સાથે છો તો અજય ક્યાં છે?”

“અજય અમારી સાથે નથી. તે ગુફામાંથી બહાર આવી અમે બધા પણ અલગ અલગ થઈ ગયા હતા.”

“રાજદીપ, તમે હમણાં જ મારી સાથે હતા. તમે મારી આગળ આગળ ચાલી રહ્યા હતા, તો અહીં આ લોકો સાથે કઈ રીતે આવ્યા? તમે તો આગળના દરવાજા તરફ વધ્યા હતા.” પ્રિયાએ કહ્યુ.

“તે હું નહિ, પણ મારો પડછાયો હતો.”

“પડછાયો… શું મજાક કરી રહ્યા છો?”

“મજાક નહીં, આ સાચું છે.”

બધાએ તેને પુરી વાત સમજાવી…

“ઓહ, આ કેવી રીતે શક્ય છે?”

“જે દેખાય છે તે હોતું નથી, જે હોય છે તે દેખાતું નથી. ઘણું એવું હોય છે, જે જોઈને પણ વિશ્વાસ નથી કરી શકાતું.” રાજદીપે કહ્યું.

ફરીથી વેઇટિંગ ગેમ શુરું થઈ ગઈ, અંધારા દરવાજા પાસે બધા બેઠા હતા.

“આપણો અજય મળી જાય તો દિલને શાંતિ થાય…”કલ્પેશે કહ્યું.

“આ સફર અજય માટે ભારે રહી છે. દર વખતે તે આપણાથી અલગ થઈ જાય છે.” વિજયે કહ્યુ.

“કોઈ કોઈ વાત માટે તો અજય માટે આ સફર ખૂબ લકી સાબિત થઈ છે, નહિ પ્રિયા!!” કલ્પેશ આંખ મિચકારતા બોલ્યો.

“જવા દેને ચાંપલા….”

“તું ચાંપલી….”

“તું ચાંપલો…….”

“તમે બંને ઝઘડવાનું છોડો…. દિવાલ આકાર બદલી રહી છે.” મજીદે કહ્યું.

ફરીથી બોક્સની જેમ દિવાલ આંખ સામે આકાર બદલવા લાગ્યો. દિવાલની જગ્યાએ સરળ ગોળાકારનો કાળી ઈંટોવાળો દ્વાર ખુલી ગયો….

” દેખો..દેખો!! કોન આયા…..!?” મજીદે કહ્યુ.

“અજલો છે આપણો….” કહેતા અજય બધાની પાસે આવ્યો.

“બહુ કન્ફ્યુઝન છે. ક્યારનો એકને એક જગ્યાએ ફર્યા કરું છું. ક્યારેક પ્રિયા, ક્યારેક રાજદીપ, જેને ટચ કરું છું એ બધા ગાયબ થઈ જાય છે.”

“હા હા હા… હવે નહિ થઈએ…” વિજયે કહ્યું.

“કેમ?”

“બહુ લાંબી સ્ટોરી છે. ચાલો ફરી દરવાજો બંધ થાય તે પહેલાં આગળ વધી જઈએ.”

“આગળ કંઈ જ નથી. આ એક મોટી ભૂલભૂલૈયા છે. જે આપણને એક ને એક જગ્યાએ ફેરવ્યા રાખે છે.”

“ભૂલી ના જા અજય, દરેક ભૂલભૂલૈયામાં એક રસ્તો હોય છે જે કલ્પેશે શોધી લીધો છે.” રાજદીપે કહ્યુ.

“કલ્પેશે? આ મદંબુદ્ધિ?, એ ક્યારથી રસ્તાઓ શોધતો થઈ ગયો! આ જગ્યા જબરદસ્ત ભેજાફ્રાય છે. ભલભલાનો અહીં ચસકી જાય….” અજયે કહ્યું.

“ડોન્ટ અંડરએસ્ટિમેટ પાવર ઓફ કપુ…”

“મજાક બહુ થઈ ગઇ. જલ્દી કામ પર લાગી જવું જોઈએ..” રાજદીપે કહ્યુ.

બધા એક વર્તુળમાં ઉભા રહી ગયા, જે રીતે મેદાન વચ્ચે ખેલાડીઓને કેપ્ટન રણનીતિ સમજાવે તેમ… બધા વિશાળ ઓરડામાં આવી ગયા. ગુફા રોબોટ્સની જેમ પોતાનું કાર્ય કરી રહી હતી.

“ગાઇસ સંભાળીને….” અજયે કહ્યુ.

બધા બૉક્સ પર એક્દમ પાસે પાસે ગોઠવાઈ ગયા.

મહેલે પોતાનું કામ શુરું કર્યું. ચોરસ બોકસ જમીન નીચેથી નીકળી ઉપર તરફ વધવા લાગ્યા….

“કંઈ તો છે. અહીં જે મને સમજાઈ નથી રહ્યો…” કલ્પેશે કહ્યુ.

“કંઈ સમજ્યો નહિ, શુ કહેવા માંગે છે.” રાજદીપે કહ્યુ.

“કોઈ એવી વસ્તુ જે આપણને મદદ માટે જરૂરી છે.”

બોક્સ લીફ્ટની જેમ ઉપર ઉપર જઇ રહી હતી. નીચેના તમામ ઓરડાઓ પારદર્શક હોય તે રીતે દેખાઈ રહ્યા હતા.

“તું શું કહેવા માંગે છે, કપુ?”

” આ ગેમ છે. ગેમમાં દરેક જગ્યાએ કઈ હિડન કોડ છુપાયેલો જરૂર હોય છે.” કલ્પેશે કહ્યુ.

“આ કોઈ ગેમ નથી કલ્પેશ, રિયાલિટી છે.” અજયે કહ્યુ.

“અજય, તું એને વિચારવા દે….

કલ્પેશ આપણે હવે શું કરવું જોઈએ….”

“સ્ટોપ….. “તેને ચોરસ પર વચ્ચે જોરથી લાત મારીને કહ્યું.

“ગાઇસ જુવો હું ઉભો રહી ગયો….”

બધા વારાફરથી લાત નીચે જોરથી મારતા ચોરસ બોક્સ ત્યાં જ ઉભું રહી ગયું.

“આની શુ જરૂર હતી? આપણે ઉપર જવાનું હતું. હવે કેમ જશું?” વિજયે કહ્યુ.

“સ્ટાર્ટ…..” લાત મારીને સ્ટાર્ટ બોલતા ફરી લિફ્ટની જેમ તરત ઉપર તરફ ગતિ કરવા લાગ્યો.

જાણે રમકડું મળી ગયું હોય તેમ બધાએ સ્ટાર્ટ- સ્ટોપની ગેમ શુરું કરી દીધી…. પ્રિયા અને રાજદીપ સિવાય બધા આ રીતે મજા લઈ રહ્યા હતા.

ચોથી વખત લાત મારી “સ્ટાર્ટ” શબ્દ બોલવા છતા, પહેલા અજય, મજીદ, કલ્પેશનો બોક્સ ઉપર તરફ ના ઉઠ્યો…

“સ્ટાર્ટ થા, કેમ નથી થતું?” કલ્પેશે કહયું.

“મારું પણ નથી થતું….”

“આપણે આ ફીચર ફક્ત ત્રણ વખતજ ઉપયોગમાં લઇ શકવાના હતા. તમે મસ્તી મજાકમાં, બધું ખોયું….” પ્રિયાએ કહ્યુ.

“હવે આપણા બે પાસે બીજા બે ચાન્સ છે. જે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવાનો છે.” રાજદીપે કહ્યુ.

“કલ્પેશ,અજય..મારી સાથે ગોઠવાઈ જાવ. વિજય, મજીદ, તમે રાજદીપ સાથે જતા રહો….” પ્રિયાએ કહ્યુ.

“સ્ટાર્ટ” કહેતા ફરી સફર શુરું થઈ ગઈ….

“આર યુ ઓકે ના બેબી?” અજયે પ્રિયાના કાન પાસે જઈને કહ્યુ.

“શુ કીધું?” કલ્પેશે કહ્યુ.

“કહી જ નહીં કેમ?”

” ના મને બેબી સંભળાયું….”

“હું તો કઈ બોલ્યો જ નથી….” અજયે કહ્યુ.

પ્રિયા હથેળી પાછળ પોતાનો ચેહરો છુપાવી રહી હતી પણ તેની આંખો હસી રહી હતી.

બોક્સ ઉપર જતા, આસપાસની દિવાલો બરફમાં પરિવર્તિત થઈ ગઈ, વાતાવરણ ઠડું થઈ ગયું…

“અચાનક બરફ ક્યાંથી આવ્યો.?..?.” મજીદે કહ્યુ.

“અહીં કઈ પણ સંભવ છે. દોસ્ત…”

“અહીંનો પ્રકાશ અલગ લાગે છે.”

“હા, અહીંની રોશની ચાંદની જેવી લાગે છે.” પ્રિયાએ કહ્યું.

“સ્ટોપ…..”રાજદીપે સ્ટોપ કહી ઉભું રાખ્યું..

સાથે સાથે અજયે પણ તેવું જ કર્યું.

“શુ થયું કેપ્ટન?” અજયે કહ્યું.

“મને કોઈ અવાજ સંભળાઈ રહ્યો છે.”

“હા અમને પણ….”બધાએ એકસુરમાં કહ્યુ.

“લાગે છે, અવાજ બરફની પેલે પારથી આવી રહ્યો છે.” રાજદીપે કહ્યુ.

“બરફની આરપાર કઈ રીતે જઈ શકશું? નીચે જોવો કેપ્ટન, કંઈ ચૂક થઈ તો,રામનામ સત્ય હૈ….” અજયે કહ્યુ.

“કંઈ તો છે આ અવાજ પાછળનું રહસ્ય…. ત્યાં જઈશું તો કોઈ રસ્તો અચૂક મળશે મને એવું લાગે છે.” રાજદીપે કહ્યુ.

બેગમાંથી બે ધારદાર બર્ફની કુહાડી કાઢી….

“રાજદીપ બર્ફની કુહાડી ક્યાંથી?”

“સિપાહી છું. દરેક વસ્તુઓ સાથે રાખવી પડે….”

બર્ફની કુહાડી એક રાજદીપે પોતાના પાસે રાખી, બીજી મજીદને આપી….

“હો જાવ શુરું….” રાજદીપે મજીદને કહ્યુ. જોતજોતામાં જ જાડા બરફમાં વિશાળ ગુફા જેવું કરી દીધું. બહુ ઝાઝો સમય બરફની આરપાર જવામાં ન લાગ્યો…

બધા એક એક કરી, બરફની સપાટી પર આવી ગયા. રાજદીપ બધાથી આગળ, પાછળ આખી ટીમ નાનકડી બખોલમાંથી નિકળી બીજા છેડા તરફ વધી રહ્યા હતા.

“ઓહ માય ગોડ….”

“શું થયું રાજદીપ?”

“તમે જાતે જ જોઈ લ્યો….”

મણીમાંથી અલગ પ્રકારની સફેદ રોશની નીકળી રહી હતી. જાણે ચાંદની જ જોઈ લ્યો, પણ તેના સુધી જવું સરળ નોહતું, તે હવામાં હતી, વિના કોઈ સહારે. નીચે સર્પ હતા. મોટા મોટા કાળા વીંછીઓ હતા.

“આ મણી મેળવવી અસંભવ છે.” કલ્પેશે કહ્યુ.

“આટલી ઉંચાઈથી નીચે પડ્યા તો એમ પણ હાડકા ખોખરા થઈ જાય, રહી સહી કસર આ સર્પને વીંછીઓ પુરી કરીદે…..” વિજયે કહ્યુ.

“આ મણી લેવા તો કોઈ સુપરમેનની જરૂર પડશે…” અજય બોલ્યો.

“આપણે બધા પણ સુપરમેનથી ઓછા નથી…” રાજદીપે કહ્યું.

બધા ખન્ધુ હસ્યા, હાસ્ય પાછળ, ડર સાફ દેખાતો હતો.

ક્રમશ

રહસ્ય:૨૨

સુવર્ણ મહેલ ખૂબ જ આકર્ષિત હતો. આટલા સમયમાં સૂર્યની પ્રકાશ ઘણા સમય પછી જોવા મળ્યો, ઉપરથી આવતી સૂરજની કિરણોથી આખા મહેલમાં અલગ પ્રકારની ચમક ફરી વળી હતી. મહેલની સુવર્ણ દીવાલો પર ચાંદીથી વર્ક કરેલી ડિઝાઇન હતી. મહેલનો ઉપરનો ભાગ ગોળાકાર થઈ આગળ જતાં ઉપર પિરામિડ જેવો આકર લેતો હતો. જે ખૂબ ઊંચું હતું. તેનો કોઇ અંત નોહતો, જાણે આકાશ સુધી તેનો છેડો હોય.જોઈ શકાતું હતું તો ફક્ત તેના પર કરેલ આર્ટવર્ક ખૂબ જ સુંદર અને મનમોહન હતું. આટલી સુંદરતા વચ્ચે પણ તેની મનોદશા ઠીક નોહતી. હજુ પણ પ્રિયાના હોઠ તેના હોઠ ઉપર મહેશુંસ કરી શકતા હતા. હજુ પણ તે હુંફાળા આલીંગન ને તેના શરીર ઉપર મહેશુંસ કરી શકતો હતો.

પણ પ્રિયા અચાનક જ તેની આંખો સામેથી ઓજલ થઈ ગઈ..

તે આ વાસ્તવિકતા સ્વીકારી નોહતો શકતો. તેનો માથું ભમવા લાગ્યું… વિચારોના વંટોળમાં તેનો મન ફરવા લાગ્યો. તેનું મન તો માનતું જ નોહતું કે પ્રિયા તેની પાસે નથી. આસપાસ ફરી એકવાર નઝર ફરાવી, આંખો મસળતા તે પોતાની જાતને સમજાવી રહ્યો હતો. આ કોઈ સપનું નથી. તે વાસ્તવિક દુનિમાં છે.અને પ્રિયા તેની પાસે નથી. તેને પોતાના શરીરની સઘળી તાકાતથી” પ્રિયા…..પ્રિયા” કહ્યું.

અવાજ ચારે તરફથી અથડાઈ, આકાશ તરફ જતું રહ્યું.

“શુ થયું અજય, આટલો દુઃખી કેમ છે? અહીં જ છું.તારી પાસે જોઇલે…”

“ક્યાં જતી રહી હતી. મને તારી કેટલી ચિંતા થઈ રહી હતી.”

“હા હા હા… મારો મજનું.

રસ્તો આ તરફ છે. આપણે તે તરફ જવું જોઈએ.”

“રાજદીપે, કલ્પેશ, વીજય, મજીદનું શું? તને નથી લાગતું આપણે તેની રાહ જોવી જોઈએ?”

“તે લોકો આવી જશે… તું મારી સાથે ચાલ રસ્તો આ તરફ છે. હું ત્યાં બધું જોઈને આવી..”

“ના, મારુ મન નથી માનતું, કે આપણે આગળ વધવું જોઈએ, રાજદીપેને પણ હવે જાણ થઈ ગઈ હશે, દિવાર પાસે કોઈ ગુપ્ત દરવાજો છે. તે લોકો આવતા જ હશે,આપણે તેની રાહ જોવી જોઈએ.”

“ભરોશો કર મારી ઉપર” ભરોશો શબ્દ સાંભળતા અજય પ્રિયાની પાછળ-પાછળ ન ચાહતા છતાં પણ વિશાળ સુવર્ણ દરવાજા તરફ આગળ વધ્યો. ત્યાં ઘણા બધા ઓરડાઓ હતા.

“થોડા સમયમાં તું આટલું બધું કઈ રીતે ફરી?”

“અજય તું ભૂલી ગયો લાગે છે. આપણે અહીં કલાકોથી ફરીએ છીએ.”

“ના પ્રિયા મેં તને કિસ કરી, તેની બીજી જ સેકન્ડ હું તે વિશાળ ઓરડાની વચ્ચે હતો. પાંચથી સાત મિનિટમાં જ તું તે દરવાજાથી અંદર આવી મને બરાબર યાદ છે.”

“તું મારી ઉપર શક કરે છે?”

આગળ ચાલતી પ્રિયાનો હાથ અજય દોડીને પકડવા ગયો.

ફરીથી તે જાદુઈ રીતે અદ્રશ્ય થઈ ગઈ…

“પ્રિયા….. પ્રિયા…..”

આ શું થઈ રહ્યું છે. મારી સાથે? તેને કઈ સમજાઈ નોહતું રહ્યું. તેની સાથે તેના મિત્રો પણ નથી. કે તેને સંભાળે, અજય આ ઘટનાઓથી તુટી ગયો. તે માથા પર હાથ મૂકી બેસી રહ્યો.

જો આવું જ ચાલતું રહ્યું તો હું પાગલ થઈ જાઇશ.

અજય ત્યાં બેસી, તેના મિત્રો સુધી કઈ રીતે પોહચવું તે વિચારતો હતો.ત્યાં જ તેની સામેનો ઓરડો આપ મેળે અલગ આકાર લઈ રહ્યો હતો. થોડી ક્ષણ પહેલા તે પ્રિયા સાથે જે માર્ગથી આવ્યો હતો. ત્યાં હવે મોટી દીવાલ ઉભી થઈ ગઈ.

તે સ્થિર રહ્યોં.પણ સમયને મંજુર નોહતું. કે અજય હાથ પર હાથ દઈ બેસી રહે. તે જ્યાં બેઠો હતો. તે ચોરસ આકારની જગ્યા, જમીન નીચેથી ઉપર થઈ, ઉપર તરફ જવા લાગી. અજય તેની ઉપરથી કુદી ગયો. તે જે જગ્યા પર ઉભો રહેતો તે જગ્યા ઉપર તરફ વધતી. અજય પાસે સામે દેખાઈ રહેલા બે રસ્તાઓ માંથી એક પસંદ કરવાનો હતો. અજય દોડીને રસ્તા તરફ વધ્યો.

                                     ★

“પ્રિયા તું અહીં, અજય ક્યાં છે?”

“તેને મને આ તરફ મૂકી છે. તે મણી શોધવા ગયો છે.”

“બાકીના બધા ક્યાં છે?”

“બાધા ત્યાં જ છે. ફક્ત તમે જ અહીં છો. ચાલો આપણે પણ હવે મોડું ન કરતા તે તરફ આગળ વધવું જોઈએ.” પ્રિયાએ કહ્યું.

” આપણે આ તરફ જવું જોઈએ.”

“નહિ રાજદીપ હું બધા રસ્તાઓ જોઈ આવી છું. આપણે આ તરફ જવું જોઈએ.”

રાજદીપ અને પ્રિયા દરવાજા તરફ વધી રહ્યા હતા. ત્યાં જ પાછળથી કલ્પેશ, મજીદ અને વિજય આવ્યા.

” કેપ્ટન થોભીં જાવ….”

“તમે બધા અહીં, અજય ક્યાં છે?”

“અજય અમારી સાથે નથી.” વિજયે કહ્યું.

“હમણાં જ પ્રિયાએ મને કીધું તમે બધા સાથે છો. મણી તરફ આગળ વધી રહ્યા છો. તમે લોકોએ પ્રિયાને મને લેવા મૂકી હતી.” રાજદીપે કહ્યું.

“રાજદીપે, હમણાં બધુ ખબર પડી જશે” કલ્પેશે કહેતા જ પ્રિયાનો હાથ પકડ્યો. પ્રિયા ત્યાંથી જાદુઈ રીતે અદ્રશ્ય થઈ ગઈ.

” આ શું હતું?”

” પડછાયો…. પ્રિયાનો પડછાયો….”

“તમને કઈ રીતે ખબર પડી, તે પ્રિયા અસલી નથી. પણ તેનો પડછાયો છે?” રાજદીપે કહ્યું.

“અમારી સાથે પણ આવું જ થયું. અમને ક્યારેક અજય, ક્યારેક તમારો આવો પડછાયો ભ્રમિત કરી મણીથી વિપરીત દિશામાં ભૂલભુલિયાઓ તરફ લઇ જઈ રહ્યો હતો.” વિજયે કહ્યું.

“તો શું ફક્ત તેનો હાથ પકડવાથી તે અદ્રશ્ય થઈ જાય છે?” રાજદીપે કહ્યું.

“હા… અને તે અદ્રશ્ય થતા જ દીવાલો આકાર બદલવા લાગે છે.” મજીદે કહ્યું.

” તો આપણે અહીંથી જલ્દી નીકળવું જોઈએ?”

” ના આપણે કઈ જ નહીં કરી શકીએ.” વિજયે કહ્યું.

ગણતરીની સકેન્ડમાં તેની સામેની વસ્તુઓ આકર બદલી રહી હતી. જ્યાં દરવાજો હતો. ત્યાં દીવાલ બની ગઈ..

” ચાલો…. આ તરફ…” રાજદીપે કહ્યું.

” નહિ રાજદીપે ત્યાં નહિ, આપણે આ રસ્તાથી જવું જોઈએ.”

“પણ ત્યાં અધારું છે.” રાજદીપે કહ્યું.

” હા રાજદીપે, પણ આપણે પ્રકાશ વાળી જગ્યાએ જશું ત્યાં ફરી કોઈનો પડછાયો જોવા મળશે.. ફરી તે આપણે અવડા રસ્તે લઈ જશે, આપણે તેને સ્પર્શ કરશું તો તે જગ્યાનો આકાર બદલાઈ જાય છે. અમે કલાકો સુધી આ રીતે જ એકલા આ મહેલામાં ભટક્યા કરીએ છીએ.” મજીદે કહ્યુ.

બધા અંધારાવાળા રસ્તા તરફ આગળ વધતા ત્યાં દીવાલ હતી.

“આગળ રસ્તો બંધ છે.” રાજદીપે કહ્યું.

“આપણે રસ્તો ખુલ્લે ત્યાં સુધી રાહ જોવી પડશે.” કલ્પેશ કહ્યુ.

“આ રસ્તો કઈ રીતે ખુલશે અને ક્યારે?’ રાજદીપે કહ્યું.

” આ રસ્તો અજય, પ્રિયા જ ખુલી શકે છે. તેની સાથે પણ કોઈ પડછાયો જશે, તે પડછાયાનો સ્પર્શ કરતા ફરી ઓરડો આકર બદલશે. આકર બદલતા આ દીવાલ રસ્તો બની જશે.” વિજયે કહ્યું.

“એમે બધા પણ આ રીતે એક એક કરી ભેગા થયા છીએ. અંધારા રસ્તા પર દીવાલમાંથી રસ્તો બનતા ત્યાં પેહલા વિજય, પછી મજીદ પછી તમે મળ્યા.” કલ્પેશ કહ્યુ.

દીવાલ આકરા લઈ રહી હતી. જાણે કોઈ રમકડાના બોક્સ, જે રીતે બાળક ઈચ્છે તેમ મકાન બને, આ જગ્યા પણ પળેપળે પોતાનો આકર બદલી રહી હતી.

દીવાલ હવે રસ્તો બની ગયો હતો.બધા આગળ વધી, એક ઓરડામાં આવી ગયા.

” અહીં કોઈ નથી?” રાજદીપે કહ્યું.

“કોઈ તો હશે, પણ તેઓ આપણે અહીં આવીએ તે પહેલાં જ રસ્તો બદલી લીધો હશે, ચાલો ફરીથી આ બોક્સ ઉપર નીચે થાય તે પેહલા અંધારિયા રસ્તા તરફ જઈએ.” વિજયે કહ્યું.

” આવું ક્યાર સુધી ચાલશે?” રાજદીપે કહ્યુ.

“અમને નથી ખબર કેપ્ટન…”

” આ કોઇ વીડિયો ગેમ હોત તો મેં ક્યારની આને કવીટ કરી લીધી હોત… કેટલી બકવાસ ગેમ છે.” કલ્પેશે કહ્યું.

” આ કોઇ ગેમ હોત, અને તેને ફરજિયાત પણે તેના લેવલ પાર કરવાના હોત, તો તું શુ કરત આગળ?” રાજદીપે કહ્યું.

” આ કોઈ ગેમ હોત, તો મને અત્યાર સુધી આનો કોઈ રસ્તો શોઘી લીધો હોત.” કલ્પેશ કહ્યું.

” જેમ કે?”

” જેમ કે હું, મારા બધા સાથીઓ મળી જાય પછી. એક વખત ઉપરનો રસ્તો ટ્રાય કરત… આ એક જુગાળ જેવું છે. પણ કોઈ ઑપશન નથી. એમ પણ આપણે બને રસ્તાઓ ટ્રાય કર્યા જ્યાં આપણે અંધારાવાળા રસ્તો પસંદ કરી સેફ ગેમ રમીએ છીએ. અત્યારની પરિસ્થિતિ મુજબ તે જરૂરી પણ છે. આપણે આપણા બધા સાથીઓ મળી જાય પછી તે ઉપર તરફ જતા બોક્સ ટ્રાય કરવા જ જોઈએ..” કલ્પેશે કહ્યું.

“ગેમમાં આપણી પાસે ત્રણ લાઈફ હોય, આપણે બે વખત કરેલી ભૂલ ત્રીજી વખતે મોટા ભાગે નથી કરતા. પણ આ કોઈ ગેમ નથી કલ્પેશ… અહીં લાઈફ બસ એક ચાન્સ જ આપે છે.” રાજદીપે કહ્યુ.

ફરી દીવાલો સામેથી આકાર બદલી રહી હતી. અમુક મિનિટો સુધી આંખો સામે સામનો બધું જ ગોળ આકર ફરતું નઝરે ચડે છે. અને અમુક મિનિટ પછી ફરી સુવર્ણ મહેલનો સુંદર ઓરડો સામે આવી જાય છે.

ઓરડામાં પ્રવેશતા પ્રિયા ફરી અજવાળાંવાળા રસ્તા તરફ જઈ રહી હતી.

“પ્રિયા ત્યાં નહિ આ તરફ……”

ક્રમશ.

રહસ્ય:૨૧

ગુફાની દીવાલો પર ઉપસેલી મૂર્તિઓ, દીવાલને બારીકીથી ટીચી ટીચીને આ કલાકૃતિ બનાવી હતી.તે સિવાય જમીન ઉપર સફેદ પથ્થરોમાંથી બનાવેલી મૂર્તિઓમાં દેવી દેવતાઓની મૂર્તિઓની સાથે સાથે સ્વર્ગની અપ્સરાઓની મૂર્તિ હોય તેવું લાગતું!

“આપણે ખજાનો શોધવા જઇએ  છીએ.. મારા માટે તો આ પણ એક ખજાનો જ છે. એક એક મૂર્તિની કિંમત કરોડોની આંકી શકાય તેવી આ અદ્ભુત મૂર્તિઓ છે.” પ્રિયાએ કહ્યું.

“તે સિવાય તે આની કિંમત તો આંકી નહી પ્રિયા…”  રાજદીપે કહ્યું.
ખૂબ નાની નાની મૂર્તિઓ એક પિલરની ચારે તરફ બહારથી ગોઠવી હતી. એક પિલરમાં હજારથી વધુ નાની-નાની મૂર્તિઓ હતી. તેવા અહીં પચીસ-ત્રીસ પિલર હતા.

” ચાવી શોધવી ખૂબ મુશ્કિલ છે.” કલ્પેશ કહ્યું.

“સરળ તો અહીં સુધી પોહચવું પણ નોહતું, પણ આપણે અહીં સુધી આવ્યા છીએ… તો હવે દરવાજાની ચાવી પણ મળી રહેશે…” અજયે કહ્યું.

“એક ખાસ ધ્યાન રાખજો, બધી મૂર્તિઓ એક જેવી જ છે. દરવાજાની ચાવી ચોક્કસપણે, અલગ દેખાઈ આવતી મૂર્તિમાં હોવી જોઈએ.”  રાજદીપે કહ્યું.

” આ મૂર્તિઓ બનાવતા કેટલો સમય લાગ્યો હશે?” કલ્પેશ બોલ્યો.
“કઈ કહી ન શકાય, પણ એટલું ચોક્કસ પણ કહી શકાય આ કામ કોઈ એક વ્યક્તિનું નથી.” પ્રિયાએ કહ્યું.

” ઓહો, પણ અલગ અલગ વ્યક્તિ દ્વારા એક જેવા આકારની મૂર્તિઓ બનાવી મુશ્કેલ છે. નહી?”

“મુશ્કિલ તો છે, પણ અશક્ય નહિ.તે ખજુરાહો, માયા, ઇજિપ્ત, રોમ,મિશ્ર, હડપ્પા વગેરે સભ્યતાઓના અવશેષો જોયા હશે. ત્યાં પણ આ જ પ્રકારની ઘણી બધી કલા કૃતિઓ મળી  આવેલી છે.” પ્રિયાએ કહ્યું.

“અહીં રહેવાનો એક ફાયદો છે. બોર નથી થતા.. જ્યારથી ગુફામાં પ્રવેશ્યા સાથે જ નવુ નવું જોવા મળે છે. પહેલા પ્રવેશદ્વાર પાસે જોયેલા ભીંત  ચિત્રો, ડિઝાઇનો.આગળ જતાં, મૂર્તિઓ, ભીતમાં દોરેલી પેંટીગ… હવે આ ગુફામાંની મૂર્તિઓ, દીવાલમાં કોતરેલી મૂર્તિઓ.. દર વખતે નવો એહસાસ થાય છે. જાણે આ ગુફા કોઈ પૌરાણિક મ્યુઝીયમ હોય તેવું લાગે છે.” રાજદીપે કહ્યુ.

” આ લોકોએ આપણે બહુ સરળ ટાસ્ક આપી દીધા ખજાના સુધી પોહચવા, હવે આ દીવાલ પાર કરતા જ આપણને મણી મળી જશે.”કલ્પેશ કહ્યું.

“તું વિચારે છે, તેટલું સરળ છે? આપણે અહીં આવી તો ગયા,માની લીધું મણી મળી પણ ગઈ .. પણ હવે પાછા કઈ રીતે જશું?” વિજયે કહ્યું.

“તમે બને પાછા જવાની વાત કરો છો? હાલ ચાવી શોધવી જ સૌથી મોટો ટાસ્ક છે.” અજયે કહ્યું.

ચારે તરફ આવેલી તમામ મૂર્તિઓને બધા ધ્યાન પૂર્વક જોઈ રહ્યા હતા. કલ્પેશ એક મૂર્તિની પાસે આવી બેઠો…કલાકૃતિ કોઈ સ્ત્રીની હતી. જે રીતે તેનો નમણો ચેહરો,પાણીદાર અણિયારી આંખો, ચુંબન માટે પુકારતા હોય તેવા ખૂબ જ સુંદર આકર્ષક હોઠ,  શરીરના વણાંકો, શરીરના ઉપરના ભાગના ઉભારો, જાણે તે હમણાં જાગીને કહેશે “કલ્પેશ મને ઘુરીઘુરીને કેમ જોવે છે?” કલ્પેશ પોતાના અરમાનો રોકી ન શક્યો. તેણે મૂર્તિનો સ્પર્શ કરતા મૂર્તિના  માથાના ભાગમાંથી પાણીનું ઝરણું ફૂટી પડ્યું. ખડખડાટ કરતા પાણીની ગુંજ ચારેતરફ ફરી વળી… જોત-જોતા પાણી આખી ગુફામાં ફરી વળ્યું.

“મેં જાણી જોઈને નથી કર્યું. મેં તો ફક્ત સ્પર્શ કર્યો અને પાણી નીકળ્યું.” કલ્પેશે કહ્યુ.

“તને સ્પર્શ કરવાની શુ જરૂર હતી.”  વિજય બોલ્યો.

“અરે બહુ સુંદર મૂર્તિ હતી. હું  તેની બનાવટ જોઈ રહ્યો હતો. આટલી સુંદર મૂર્તિ મેં આજથી પહેલા ક્યારે જોઈ નોહતી. મને લાગ્યું જાણે તે હમણાં બોલી ઊઠશે” કલ્પેશે કહ્યુ.

“બહુ મોટો કવિ થઈ ગયો, એટલી સુંદર મૂર્તિ જાણે હમણાં બોલી ઊઠશે. સાંભળો છો? શુ કહે છે કલ્પેશ ક્યાંથી શીખી આવ્યો આ બધું?” વિજય કટાક્ષ કરતા બોલ્યો.

“શાંતિ રાખો, ઝઘડવા માટે બંનેને બહાના જોઈએ.”અજયે કહ્યું.

જોતા જોતામાં પાણી આખી ગુફામાં ફરી વળ્યું. જે મૂર્તિને પાણી સ્પર્શતુ તે મૂર્તિ પણ ક્ષણોમાં પીગળી પાણીનું ઝરણું બની જતી.

“ક્યાં મુસબીત હૈ…!!.” પ્રિયાએ કહ્યું.

“જલ્દીથી જેટલી મૂર્તિઓ વધી છે તેમાં ચાવી શોધો.જો તે મૂર્તિઓ સુધી પાણી પોહચી ગયું, તો આપણે હમેશાં હમેશાં માટે અહીં રહી જશું. “રાજદીપે કહ્યું.

પાણીને આજ સુધી કોણ રોકી શક્યું છે? પાણીને બંદી બનાવી કોણ રાખી શક્યું છે? પાણીનું  શાંત સ્વરૂપ બધાને જોવું ગમે. પાણી જીવન છે, પણ જ્યારે તે રોદ્ર રૂપ ધારણ કરે ત્યારે પાણીનો અર્થ મોત થઈ જાય છે. પંચ તત્વોમાં પાણીએ સુહુથી મહત્વનો અને જીવલેણ તત્વ છે.
ગણતરીની સેકન્ડમાં જ પાણી ગુફાની તમામ મૂર્તિઓ સુધી પોહચી ગયો. મૂર્તિઓને સ્પર્શતા એક-એક કરી, તમામ મૂર્તિઓનો માંથી પાણીનું ઝરણું ફૂટી નીકળયુ. જોતા-જોતામાં જ પાણીનો ભરાવ વધી ગયો. બધાના અડધાથી વધુ શરીર સુધી પાણી ફરી વળ્યું.મૂર્તિઓ માંથી પાણીના ઝરણાંના ફૂટી નીકળવાની પરિસ્થિતિ યથાવત રહી….એક એક કરી ગુફાની તમામ મૂર્તિઓ પાણીમાં ભળી ગઈ.

થોડી વાર પહેલા જે જગ્યા સુંદર હતી, અદ્ભૂત હતી, આંખ ને જોવી ગમે તેવી હતી, તે હવે ફક્ત મોતની ગુફા બનીને રહી ગઈ.. કોઈ ના કહી શકે કે આ જગ્યાએ અમૂલ્ય સુંદર મૂર્તિઓનો ખજાનો હતો.

પાણીની સપાટી વધી રહી હતી.
બધામાં એક ડર અને ભય ફરી વળ્યો હતો. નકારાત્મક વિચારો મનમાં ઘર કરી રહ્યા હતા.
મોત બસ બે ડગલાં દૂર હતી.

“બધી મૂર્તિઓ તો પીગળી ગઈ. હવે આપણી પાસે કોઈ રસ્તો નથી.” પ્રિયાએ કહ્યું.

આ સફરમાં પહેલી વખત મોત તડપાવી રહી હતી. મોત શું  છે? તે એહસાસ આ સફરમાં પહેલી વખત થઈ  રહ્યો હતો. સેકન્ડના કાંટાઓની સાથે હદયના ધબકરાઓ વધી રહ્યા હતા. ઑક્સિજન ઘટી રહ્યો હતો.
રહી ગયા હતા તો ફક્ત પ્રિયા અને અજયની આંખોમાં રહેલા છેલ્લાં પ્રેમ તણા મોતી.., જે બંનેની આંખમાંથી છલકાઈ આવ્યા હતા. જાણે બન્ને એકમેકને છેલ્લા શબ્દો કહેવા હતા. છેલ્લી વખત એકમેકને મનભરીને જોવું હતું. છેલ્લી વખતે કસીને હગ કરવી હતી. છેલ્લી વખત એકમેક ને ચુંમવું હતું. બનેમાંથી કોઈએ નહિ વિચાર્યુ હોય, આ જ સફરથી શરુ થયેલી તેની પ્રણયકથા આજ સફરમાં થમી જશે! ભવોભવ સાથે જીવવાના સપનાઓ નો આજ સફરમાં પૂર્ણવિરામ મુકાઈ જશે,સાથે કોફી પીવાના, રાતરાત જાગી વોટ્સએપ પર ચેટીંગ કરવાના સપનાઓ આજ સફરમાં ચૂરચર થઈ જશે.

બધા હારેલા યોદ્ધાની જેમ હથિયારો મૂકીને બેઠા હતા.

“સોરી દોસ્તો હું તમારી બધાની મોત માટે જવાબદાર છું.” કલ્પેશની આંખોમાં બોર જેટલા મોટાં આંસુઓ વહી રહ્યા હતા.
“શાંત થા કલ્પેશ, તારો કોઈ વાંક નથી.કદાચ અહીં દરવાજો ન મળત તો આપણે તડપી-તડપીને મરત…મોત તો નિશ્ચિત હતી. તું તારી જાતને ગુનેગાર ન માન…” રાજદીપે કહ્યુ.

તે બધાથી દૂર ગુફાના બીજા ખૂણે, પ્રિયા અને અજય એકમેકને ચૂમી રહ્યા હતા. બોર બોર જેટલા વહેતા આસુંઓ સાથે “લવ યુ… લવ યુ ” કહેતી બનેની જીભ થાકતી નોહતી.
અજય પ્રિયાને દિવાલ તરફ પુશ કરી ચૂમી રહ્યો હતો.
દીવાલના સ્પર્શ કરતાની સાથે જ બને દિવારની આરપાર થઈ ગયા.

રાજદીપ અને આખી ટીમ જૂની વાતોમાં  મશગુલ હતી. બધા આ સફર વિશે વાતો કરી રહ્યા હતા.
વિજય બધાને હસાવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જાણે છેલ્લી વખત યાદોનું પોટલું એકબીજાની સામે ખોલી રહ્યા હતા.

           ****

” અજય અને પ્રિયા ત્યાં નથી.” કલ્પેશ બોલ્યો.

“ત્યાં જ હશે, ત્યાં વધુ અંધારું છે. અહીંથી ક્યાં જઈ શકે?” રાજદીપે કહ્યું.

“અંધારું છે. હતું નહીં,
બનેના હાથમાં ચમકદાર વનસ્પતિ તો હતી!” કલ્પેશ કહ્યુ.

વિશાળ ગુફા હતી. ગુફામાં પાણી વધી ગયું હતું. પાણીનું પ્રમાણ એટલું હતું. કોઈ મોટા શહેરના એક એરિયાના લોકો અઠવાડિયા સુધી વપરાશ કરી શકે, અર્થાત એક મોટા પાણીનો અર્ધ ભરેલો ટાંકો હોય તેટલો પાણી ગુફામાં ફરી વળ્યો હતો.બધા તરતા-તરતા અજય અને પ્રિયા જે જગ્યાએ હતા તે દિશામાં વધ્યા.

“થોડી વાર પહેલા તો અહીં જ હતા. અચાનક ક્યાં જતા રહ્યા?” રાજદીપે કહ્યું.

“આસમાન ખા ગયા યા જમીન નિગલ ગઈ?” કલ્પેશ બોલ્યો.

” આ ટાઈમે તો તારા ફિલ્મી ડાયલોગ્સ બંધ કર…” વિજય બોલ્યો.
“ભાઇ, યે ડાયલોગ્સ ઇસ પરિસ્થિતિ કે લીયે બેસ્ટ થા…” કલ્પેશે કહ્યુ.

“તું અને તારી પકાઉ વાતો…”

જે જગ્યાએ પ્રિયા અને અજય હતા તે દીવાલને રાજદીપે સ્પર્શ કરતાની સાથે જ દીવાલની આરપાર થઈ ગયો.

” બે રાજદીપ ક્યાં ગયો?” વિજય બોલ્યો.
“અહીં દીવાલમાં  કોઈ ગુપ્ત દરવાજો છે.”
ત્રણે એક એક કરી દીવાલને સ્પર્શ કરતા  દીવાલની આરપાર થઈ ગયા.

ક્રમશ

રહસ્ય:૨૦

સુરંગ હવે કોઈ પૌરાણિક મંદિરના પ્રાંગણ  જેવો ભાસતો હતો. ચારે તરફ સુંદર મૂર્તિઓથી આખુ મંદિર શોભતું હતું. દિવાલો પર કોતરણી કરી બનાવેલી મૂર્તિઓ, પથ્થરનોમાંથી ઘડીને બનાવેલી મૂર્તિઓ… મૂર્તિઓ અલગ અલગ પ્રકારની હતી.
કોઇ કોઈ મૂર્તિઓ રાજા મહારાજા જેવી, કોઈ મહારાણી, કોઈ દાસદાસી જેવી, તો સામન્ય જનતા પણ ખરી..

દીવાલ પર કોતરણી કરેલ એક ચિત્ર જાણે સંપૂર્ણ રાજ્યનો ચિત્ર હતું. સુવ્યવસ્થિત  મકાનો, શેરીઓ, રાજમહેલ, દ્વારો…

આજથી પહેલા હજારો સંસ્કૃતીઓ સભ્યતાઓ પૃથ્વી ઉપર થઇ ગઈ છે. ઘણા બધા અવશેષો તેના ખોદકામ કરતા મળી આવ્યા છે,તો ઘણા બધા હજુ પણ સલામત છે. પણ, આ અદભૂત હતું, અકલ્પનિય હતું અવિશ્વસનીય હતું. અમે તેની કારીગરી, તેની કલાકારી ઉપર કાયલ થઈ ગયા હતા. ઘણી ખરી મૂર્તિઓ તો જાણે હૂબહૂ, કોઇ વ્યક્તિ હોય, જાણે તે હમણાં બોલી ઊઠશે તેવું  લાગતું હતું.

“ભલ્લુક, તું આ જગ્યા વિશે જાણે છે? આ જગ્યા કોણે બનાવી ?કેવી રીતે બનાવી?” પ્રિયાએ પૂછ્યું.

“જી નહિ, હું ફક્ત એક મોહરો છું. મારુ કામ ફક્ત તમને દિશા નિર્દેશ કરવાનું છે તેથી વિશેષ હું કઇ જાણતો નથી.” ભલ્લુકે કહ્યું.

“સારુ, પણ તું અમને એ તો કહી જ શકે ને, અમારા સાથે આવેલા વનવાસીઓને અંદર આવાની છુટ કેમ નથી?” રાજદીપે કહ્યું.

“વનવાસીઓ??કોણ વનવાસીઓ?” ભલ્લુકે કહ્યું.

“જે લોકો અમારી સાથે આવ્યા હતા, પણ તેને આગળ વધવાની ના કરી, શુ ખરેખર એવું હતું?”

“ના, તેવું કઈ જ નોહતું. તેઓને તમે તમારા સાથે લઈને આવી શક્યા હોત. મને લાગે છે કે તમે પેલા ભલ્લુકની જાળમાં ફસાયા છો.” ભલ્લુકે કહ્યું.

“ચાલો આપણે ફરી પાછા જઈએ.” પ્રિયાએ કહ્યું.

“ના, હવે ત્યાં જવામાં ખતરો છે.” ભલ્લુકે કહ્યું.

“ના અમારે માનવતાના ધોરણે તે લોકો પાસે જવું જ જોઈએ. તેઓને અમે આ રીતે એકલા મૂકી ન શકીએ…” રાજદીપે પ્રિયાના સૂરમાં  સૂર પુરાવ્યો.

“પણ ત્યાં તમારા જીવનો ખતરો છે.”

“અમને અમારા જીવની કોઈ પરવાહ નથી. અમે પાછા જવા ઈચ્છીએ છીએ.” રાજદીપે કહ્યું.

ગુફાની બહાર હજૂ થોડા જ વધ્યા હતા, ત્યાં જ વિપત સામે આવી પોહચી.. જાણે તે અમને નહી, અમે તેને શોધતા હતા!

મોટા મોટા જંગલી પ્રાણીઓનો આંખુ ઝુંડ હતું. ભૂખ્યા વરૂ, ઘૂરાટીયા કરતો સિંહ, દીપડો…
આ બધું સામાન્ય હોવા છતાં અસામાન્ય હતું.
બે મુખી સિંહ તેના સામાન્ય આકારથી મોટો હતો. લાલ ખૂની આંખ… તેના બંને વિશાળ મુખના અણીયાળા તીક્ષ્ણ દાંત…
ત્રણ મુખી દીપડો… બધા પ્રાણીઓ એકથી વધુ મુખ ધરાવતા હતા.

“ચાલો આ તરફ ભાગો…..” બધાને આગળ કરી ભલ્લુક તેની પાછળ રહ્યો. સુરંગની અંદર ભડકંપ મચી ગઇ હતી. પ્રાણીઓના વિવિધ અવાજોથી ગુફા ગુંજી રહી હતી. સાતથી આઠ પ્રાણીઓના સતર અઢાર મુખ!
ભલ્લુક જાણતો હતો કે અહીં ઘણી સુરંગો છે જે જરૂર પડતા ત્યાંથી બચીને ભાગી શકાય,
પણ હજુ તે જગ્યા આવી નોહતી.  સુરંગ અંદર આવેલા બીજા ઘણા બધા માર્ગો હતા. જે બચવા માટે ભલ્લુકે બદલ્યા પણ પ્રાણીઓ બિલકુલ પાછળ હતા, જેથી દર વખતે, માર્ગ બદલવા છતાં અમને શોધી લેતા..
 
ભલ્લુકે દોડતા દોડતા જ દિવાલ પર કોઈ પેટર્ન ડ્રો કરતા જમીન નીચેથી દિવાલો પર, ઉપરથી પાણીનો પ્રવાહ ફૂટી પ્રાણીઓ તરફ વધી અવરોધ ઉભો કરી રહ્યો હતો.

“આ પાણી તેને વધારે સમય રોકી નહિ શકે! મિત્રો..આગળ એક ગુફાનો મુખ ખોલવા માટે ૐ આકાર દીવાલ પર દોરવાનો છે. હું ત્યાં સુધી આ દુશ્મનોને રોકુ છું. તમે જલ્દીથી સુરંગ ખોલી, આગળ વધી જજો… આગળ એક વિશાળ મૂર્તિઓવાળું મંદિર આવશે, તેમાં જ એક વિશાળ ગુફાના મુખની ચાવી હશે, જ્યાં તે મણી છુપાયેલી છે.” ભલ્લુકે કહ્યું.

“તું કઈ રીતે આવીશ ભલ્લુક ?” રાજદીપે કહ્યું.

“હું પ્રયત્ન કરીશ તમારા સુધી પોહચવાનો… તમે આગળ વધતા રહો, સામે જ એક સુરંગ છે. ત્યાંથી તમે નીકળી જજો, હું પ્રાણીઓને સંભાળી લઉં છું.”

રાજદીપે એવું જ કર્યું, દીવાલ પર ૐ આકારની પેટન ડ્રો કરતા સુરંગ ખુલી ગઈ..
સફેદ ચુના પથ્થરની આ એસ્કેલેટર વળાંક  લઈને ઉપર તરફ જતી હતી.

ભલ્લુક એકથી વધુ પ્રાણીઓ સામે જૂજી રહ્યો હતો. તેની તમામ શક્તિનો ઉપયોગ કરી લડી રહ્યો હતો, પણ બહુમુખી પ્રાણીઓ સામે તેની એક ના ચાલી… ભલ્લુકને મારી એક દીપડો બિલકુલ અમારા સુધી પોહચી આવ્યો ને ત્યાં જ સુરંગનો દરવાજો બંધ થઈ ગયો.

“બાલ બાલ બચે…” હાશકારો લેતા પ્રિયા બોલી.

“કેટલા ભયાનક અને ખુંખાર હતા તે પ્રાણીઓ!! સામાન્ય  પ્રાણીઓને જોઈને ડરી જવાય, આતો વિશાળ અને એકથી વધુ મુખ ધરાવતા પ્રાણીઓ હતા.”  રાજદીપે કહ્યુ.

“ભલ્લુકે ખૂબ હિંમત બતાવી, પણ આપણે તેને પણ ખોઈ બેઠા…” પ્રિયાએ કહ્યું.

           ****

” આ પૌરાણિક ગુફાઓમાં એસ્કેલેટરને ઇલેક્ટ્રીસીટી ક્યાંથી મળતી હશે?” પ્રિયાએ પૂછયું.
“જવાબ તો અહીંની એક-એક વસ્તુ આપી રહી છે.અહીંના પ્રાણીઓ, અહીંની વનસ્પતિઓ, જે સ્વયં પ્રકાશિત છે. થતા ખડખડાટ વહેતી નદી, જેનાથી વીજળી ઉતપ્પન કરી શકાય છે.આ સભ્યતા આટલી સુંદર ગુફાઓ, મૂર્તિઓ બનાવી શકે તો વીજળીના આટલા સ્ત્રોત હોવા છતાં વીજળી ઉતપ્પન ન કરી શકે?” રાજદીપે કહ્યું.

” હા આપણે ફક્ત અનુમાન લગાવી શકીએ…”પ્રિયાએ કહ્યું.

એસ્કલેટર ખૂબ ઝડપથી ચાલતા હતા. તે પણ ખુબ સ્મૂધલી. તેના પગથિયાંઓ પર ડિજાઇન કરેલા કાણા હતા, જે દેખાવે ખૂબ સુંદર લાગતા હતા. તે કાણાઓ અને ડિજાઇન જરૂર વ્યક્તિ સરળતાથી ઉભી રહી શકે અને આટલી ગતિમાં તે લપસી ન જાય તે માટે હોવા જોઈએ.

એસ્કલેટરની ગતિ ધીમી થઈ ગતિ હતી. જે રીતે કોઈ રેલગાડી, સ્ટેશન આવતા તે ધીમી થઈ જાય ત્યાર પછી જે રીતે થોભી જાય આ એસ્કલેટર પણ થોભી ગયા….

“લાગે છે કોઈ સેન્સર જેવું ગોઠવ્યું લાગે છે. આપણે અહીં પોહચવાની સાથે તે ઓટોમેટિક બંધ થઈ ગઈ….”  પ્રિયાએ કહ્યું..

” આપણે ત્યાંના મોલ અને બીજી જગ્યાઓ પર ગોઠવાયેલા એસ્કલેટર જે સતત ફરતા હોય છે તેનાંથી  ખૂબ મોટા પ્રમાણે વીજળીનો બગાડ થાય છે. ત્યાં પણ આ જાતની જ કોઈ ટેકનોલોજીની જરૂર છે.” રાજદીપે કહ્યું.

“ફક્ત એસ્કલેટર પૂરતું જ નહીં, પણ બીજી ઘણી જગ્યાએ આ ટેકનોલોજીની જરૂર છે. જેમ કે આખી આખી રાત રોડ પર બળતી સ્ટ્રીટ લાઈટ. તે પણ વગર કારણે બળતી હોય છે. મેં સાંભળ્યું છે. કયો દેશ, કઈ જગ્યા યાદ નથી, પણ ત્યાં આ પ્રકારની શોધ થઈ છે. ત્યાં કોઈ વાહન કે માણસ પસાર થાય ત્યારે, લાઈટો આપ મેળે ચાલુ થઈ જાય!” પ્રિયાએ કહ્યું.

“વાતોતો ચાલતી રહેશે, આપણે હવે આગળ વધવું જોઈએ.” કહેતા જ રાજદીપે દરવાજા પાસે, આંગળી વડે પેટર્ન ડ્રો કરી. દરવાજો ખુલતા જ એક વિશાળ હોલમાં આવી ગયા હતા. એક નાનકડા વનસ્પતિના ટુકડાથી આખો ઓરડો નોહતો જોઈ શકાતો. રાજદીપે બેગમાંથી ચમકતી વનસ્પતિના ટુકડાઓ કાઢી બધાને આપ્યા, ઓરડામાં પ્રકાશ ફરી વળ્યો.આખી ગુફામાં વચ્ચે એક નાનકડો પાણીનો ફુંવારો હતો.જેમાં ટીપું ટીપું પાણી નીકતું હતું.અને  ત્યાં જ નાના કુંડમાં જ ભરાતું હતું.

“આસપાસ જ હશે દરવાજો… ચાલો શોધીએ..” રાજદીપે કહ્યું.

” ભલ્લુકે કહ્યું હતું.ત્યાં ઘણી બધી મૂર્તિઓ હશે! ત્યાં જ તેની ચાવી છુપાયલી હશે, ના તો અહીં કોઈ મૂર્તિ છે, ના અહીં કોઈ ચાવી….”  વિજયે કહ્યું.

બધા દીવાલમાં દરવાજો સાવધાની પૂર્વક અને બારીકીથી શોધી રહ્યા હતા.પણ કોઈને દરવાજો મળ્યો નહિ. થાકીને બધાં એક જગ્યાએ આવીને બેસી ગયા.

” દરવાજો આપણેને ક્યારે પણ નહિ મળે તો?  આપણને અહીં શોધવા કોણ આવશે?” મજીદે કહ્યું.

“આપણને અહીં કોઈ શોધવા નથી આવવાનું.આપણે આપણો રસ્તો આપણી જાતે શોધવાનો છે.” કહેતા જ રાજદીપ ઉભો થઇ અને ઓરડાની વચ્ચે આવેલા તે પાણીના નાના કુંડમાં ૐ આકારની પેટર્ન ડ્રો કરે છે. તેમ કરતા જ સામે દરવાજો ખુલ્લી ગયો..

“રાજદીપ, આ તમે કઈ રીતે કર્યું?” પ્રિયાએ પૂછ્યું.

“બહુ સરળ હતું. આ પાણીના કુંડની અહીં બીજું કોઈ ખાસ જરૂરીયાત હતી નહિ.”

“ભલ્લુકે કહ્યુ હતું કે તે એક્સેલેટરની મદદથી આપણે એક એવી જગ્યાએ પોહચી જશું  જ્યાં ઘણી બધી મૂર્તિઓ હશે! પણ આપણે આ ખાલી ઓરડામાં કેમ પોહચ્યા?” કલ્પેશે પુછયું.

“હોઈ શકે તેનો અનુમાન ખોટો પડ્યો હોય.. ઉપર દુશ્મન મંડરાઈ રહ્યા હતા. સમય ઓછો હતો. તેણે ભૂલભૂલમાં કોઈ બીજો પ્રવેશદ્વાર ખોલ્યો હોય?”  રાજદીપે કહ્યું.

દરવાજો ખુલતા જ, ભલ્લુકે કહ્યું હતું તે પ્રમાણે એક વિશાળ મૂર્તિઓ ભરેલા ઓરડામાં આવીને ખુલ્યો. જ્યાં હજારોની સંખ્યામાં મૂર્તિઓ હતી. આસપાસની દિવાલમાંથી ફુટી નીકળેલી વનસ્પતિઓના પ્રકાશથી ગુફા ઝળહળી રહી હતી.

“અદભુત……” બધાના મુખમાંથી એક સાથે આ શબ્દ નીકળી ગયો.

“આટલી બધી મૂર્તિઓ માંથી ચાવી કઈ રીતે શોધી શુ?” અજયે કહ્યું

ક્રમશ.

રહસ્ય:૧૯

દરેક સંસ્કૃતિ, સભ્યતા કેટલી સારી અને કેટલી મહાન છે.તે જણાવવા માટે તે લોકો તેની જે છાપ છોડી ગયા છે. તેના અશ્મીઓ, તેના અવશેષો જ તેમની સંસ્કૃતિની મહાનતાનું પ્રમાણ આપી દે છે. એક નાનકડા ગામના શિવમંદિરની ચાવી આટલા દૂર ટાપુ ઉપર પોહચાડવા વાળા લોકો કેટલાં મહાન હશે? આજના આટલા આધુનિક યુગમાં,એડવાન્સ ટેકનોલોજી હોવા છતાં અહીં સુધી કોઈ પોહચી નથી શક્યું. તે લોકો કેવી રીતે અહીં આવ્યા હશે? કેવી રીતે તેઓએ આ સુરંગ બનાવી હશે? તમામ વસ્તુઓ, તમામ માહિતીઓ તે અહીં સુરંગની દીવાલો પર કોતરી ગયા છે.પણ આપણે જ આપણી તે સંસ્કૃતિ ,તે ભાષા વિસરાવી દીધી છે. ફક્ત આપણે વિસરાવી છે.તેઓએ આપણી નહિ. હજરો વર્ષ પછી  કોઇ અહીં આવશે, તેની તેઓએ તૈયારી રાખી હતી. તે અમારી ભાષા જાણે છે. પણ અમે તેની ભાષા નથી જાણી શકતા. તે સંસ્કૃતિ મહાન કેમ હશે ખબર છે? આપણે નાત,જાત, રીતિ,રિવાજોમાં જ રચ્યા પચ્યા રહ્યા, જ્યારે તે સભ્યતાના પ્રાણીઓનો પણ એક આગવું સ્થાન હતું..માન હતું!

         ****

“આગળ જતા પહેલા મારે તમને અહીંના  કેટલાક નિયમો સમજાવા છે.” ભલ્લુકે કહ્યુ.

” નિયમો..!! કેવા નિયમો?” અજયે કહ્યું.

“હવે આગળ તમારી લડાઈ તમારે પોતાને લડવાની છે.”

“કઈ સમજાયું નહીં!!.ભલ્લુક” રાજદીપે કહ્યુ.

” હવે વનવાસીઓ અહીંથી આગળ નહિ આવી શકે….”

“નહિ આવી શકે, પણ કેમ?”

“અહીંના નિયમ છે જે તમારે ફરજિયાત માનવાના છે. તેથી વિશેષ હું પણ કઈ નથી જાણતો. મને તમારી મદદ માટે અહીં રાખ્યો છે.
આપણે હવે નીકળવું જોઈએ”

ભલ્લુકે, વનવાસીઓને તેની ભાષામાં સમજાવ્યું પણ વનવાસીઓ અહીંથી જવા તૈયાર નોહતા. બને પક્ષ વચ્ચે જોરજોર  આરગ્યુમેન્ટ ચાલતી હતી. વનવાસીઓએ અમને ઈશારો કરી આગળ વધવાનું કહ્યુ.

“ભલ્લુક, વનવાસીઓના અમે આભારી છીએ, જો તે અમારી સાથે ન હોત, તો અમે અહીં સુધી પોહચી જ ન શક્યા હોત.અમે બધા તેના ખૂબ આભારી છીએ, બસ આટલું તું  વનવાસીઓને કહી દે.” રાજદીપના કહેવાથી ભલ્લુકે વનવાસીઓને કહ્યુ.
વનવાસીઓના ચેહરા પરથી લાગ્યું નહી કે તેને અમારો અભિવાદન ગમ્યો હોય! તેઓ ચુપચાપ સુરંગની બહાર નીકળવાના દરવાજા તરફ આગળ વધી ગયા.

અમે સુરંગની બનાવટ, તેની કારીગરી પર કાયલ થઈ ગયા હતા. અંદરો અંદર વાતો કરતા કરતા અમે આગળ વધી રહ્યા હતા. ભલ્લુક અમારાથી આગળ હતો. અમે તેની પાછળ-પાછળ,
ભલે અમે વનવાસીઓની ભાષા નોહતા જાણતા પણ તેઓ જ્યારે સુધી અમારી સાથે હતા. ત્યાર સુધી અમે નિશ્ચિન્ત હતા. જયારથી તેઓ ગયા  ત્યારથી અમને સુનુંસુનું લાગતું હતું. કોઈ અજાણ્યો ડર સતાવી રહ્યો હતો.

સુરંગમાં થોડા  આગળ જતાં. ભલ્લુકે દિવલ પર કઈ હાથ વળે આકૃતિઓ દોરી, જે રીતે આપણે ફોન અનલોક કરવા પેટર્ન દોરીએ.એક ખુફિયા દરવાજો ખોલ્યો. દરવાજાની અંદર એક્સેલેટર હતી, જે ગોળાકં લઈને ઉપર તરફ ગતિ કરી રહી હતી.

“એક્સેલેટર? તે પણ આ સુરંગમાં??” પ્રિયાએ કહ્યું.

આ લોકો આટલા એડવાન્સ હશે કે ગુફાની અંદર પણ એક્સેલેટર બનાવી??”

“ચલો ચલો જલ્દી કરો. આપણી પાસે સમય ઓછો છે.”  ભલ્લુકે કહ્યું.

“એક મિનિટ કોઈ આગળ ન વધતા. આ રસ્તો ખોટો છે. તે તમને મણી તરફ નહિ મોત તરફ લઈને જશે…”  બીજા ભલ્લુકે કહ્યું.

તે એક સફેદ રીંછ હતો. તે અમારી તરફ આગળ વધી રહ્યો હતો.

“તમે કોણ છો?”
“હું ભુલ્લક છું.”રીંછે કહ્યું.

“ના, હું ભુલ્લક છું. આ ભ્રમ છે. તે તમને મણી તરફ જતા રોકે છે. મારી સાથે ચાલો, આ ગુફા હવે થોડી જ ક્ષણોમાં બંધ થઈ જશે પછી ક્યારેય પણ નહીં ખુલે…”

” તે જૂઠું બોલે છે. તે તમને મણી તરફ નહિ,મોત તરફ લઈ જશે.”

“મને લાગે છે. આપણે આ ગુફામાં જવું જોઈએ.” અજયે રાજદીપના કાન પાસે આવીને કહ્યું.

“ફક્ત પાંચ મિનિટ રાહ જોઈએ.હમણાં જ ખબર પડી જશે આમાંથી કોણ સાચું છે, કોણ ખોટું.” રાજદીપે કહ્યુ.

“પાંચ મિનિટમાં તો આ દરવાજો હમેશા હમેશા માટે બંધ થઈ જશે….”
“હું દરવાજો બંધ થવાની જ રાહ જોઉં છું….” રાજદીપે કહ્યુ.

“જલ્દી ચાલો, દરવાજો બંધ થઈ રહ્યો છે.”
બધાના ચેહર પર  ડરની રેખાઓ હતી.ખરેખર દરવાજો  હમેંશા  હંમેશા માટે બંધ થઈ જશે?  રાજદીપે બધાને રાહ જોવાનું કહ્યુ….
દરવાજો લિફ્ટના દરવાજાની જેમ બંધ થઈ ગયો.

” ભુલ્લક ફરીથી તે પેટન ડ્રો કર….”રાજદીપે કહ્યું.

” હું  સાચું કહું છું, તે દરવાજો હવે નહિ ખુલે…”

“અમારી તસલ્લી માટે તું પેટર્ન ડ્રો અમને તેનાથી કઇ ફરક નથી પડતો, દરવાજો ખુલે કે ન ખુલે!”

  ભલ્લુકે પેટર્ન દોરી પણ દરવાજો ખુલ્યો નહિ.

“મેં કહ્યું હતું ને આ દરવાજો હવે ક્યારેય પણ નહિ ખુલે.”

રાજદીપે બીજા ભુલ્લકને પૂછ્યું  “તને આ દરવાજાનો લોક ખબર છે?”
તેને તરત હા કરતા માથું ધુણાવ્યું.
બીજો  ભલ્લુક તેવુ ઈચ્છતો નોહતો. તેથી તેણે ભલ્લુક ઉપર હુમલો કરી દીધો… બન્ને વચ્ચે ખૂબ મારા મારી થઈ, આખી સુરંગ તે અવાજથી ગુંજી રહી હતી.

“મને પહેલાથી જ આની ઉપર શક હતો. તે આપણી મદદ કરવા નહિ પણ આપણે ગુમરાહ કરવા આવ્યો છે.” રાજદીપે કહ્યું.

“તમને કેવી રીતે જાણ થઈ?”

“બસ હવે થોડી જ વાર, સત્ય તમારી સામે હશે”

એક ભલ્લુક ઘાયલ અવસ્થામાં ખૂણામાં પીડાથી કરગરી રહ્યો હતો. બીજો ભલ્લુક અમારી પાસે આવીને બોલ્યો, “આપણે હવે અહીંથી નીકળવું જોઈએ.”

“હું અસલી ભુલ્લક છું.”

“ખોટું બોલી રહ્યો છે.અસલી ભુલ્લક હું છું.” જમીન પર પીડાથી કરગરતો રીંછ બોલ્યો.

“કોણ સાચો ભૂલ્લક છે. તેની જાણ હમણાં જ થઈ જશે… કોણ સાચું, કોણ ખોટું તેનો નિર્ણય હવે હું લઈશ. ” રાજદીપે કહ્યુ.

“ઠીક છે. “બને ભલ્લુક સહમત થયા.

“મારી એક શરત છે. હું આ નિર્ણય લઉં તે  પેહલા આ સુરંગની પેટન ડ્રો કરી સુરંગનો મુખ ખોલવામાં આવે…..” રાજદીપે કહ્યું.

શરીરના પાછળના ભાગે નાનું કાળો નિશાન ધરાવતો ભલ્લુક પોતાની જગ્યાથી હલયો નહિ… સફેદ બેદાગ ભલ્લુક ઉભો થઈને આગળ આવ્યો. તેણે દિવાલ પર પેટર્ન ડ્રો કરતા જ ગુફાનો મુખ ખુલી ગયો.

“બન્ને ભુલ્લક ગુફાના દ્વાર પાસે ઉભા રહી જાવ…”રાજદીપના કહેવાથી બને રીંછોએ તેવું જ કર્યું. તે ગુફાના મુખ પાસે આવી ઉભા રહી ગયા.

રાજદીપે એક ભુલ્લક તરફ આંખ મિચકારી… આગલી વખત જ્યારે ગુફા ખુલી ત્યારે તેના બંધ થવાના સમયનો અનુમાન રાજદીપે મેળવી લીધો હતો. સંપૂર્ણ સફેદ ભુલ્લકે રાજદીપે સાથે બીજા ભુલ્લકને જોરદાર ધક્કો માર્યો.

તે એક્સેલેટરની ગતિ સાથે ઉપર તરફ વધી ગયો. ગુફાનું મુખ બંધ થઈ ગયું.

“ધન્યવાદ મારી ઉપર ભરોશો કરવા બદલ…” ભુલ્લકે કહ્યુ.

“રાજદીપ તમે કઈ રીતે જાણ્યું કોણ આપણો મિત્ર છે. કોણ આપણો શત્રુ?” પ્રિયાએ કહ્યું.

“આપણે જ્યારે સુરંગની અંદર પ્રવેશ્યા ત્યાં દીવાલો પર ઘણા બધા ચિત્રો હતા. આ ચિત્રોમાંં બે રીંછના ચિત્રો પણ હતા. એક રીંછની પૂંછ ઉપર  નિશાન હતો.જ્યારે બીજા રીંછના ચિત્ર પર કઈ જ નોહતું.”રાજદીપે કહ્યું.

” તે તો ફક્ત કોતરેલા રંગહિન  ચિત્રો હતા. તેની ઉપરથી કઈ રીતે ખબર પડી?” કલ્પેશે કહ્યું.

” હા, હું જાણું છું. તે રંગહિન ચિત્રોમાં હતાં.  કઈ રીતે ખબર પડી તે કહું … આ એક જાળ હતી. ચિત્રમાં પણ એક રીંછના પાછળના ભાગમાં એક નાનકડું બિંદુ હતું. તેનો ચેહરો ખંડિત હતો.”

“હજારો વર્ષ જૂની આ ગુફામાં કોઈ બીજા કારણે પણ તે તૂટી શકે છે.” પ્રિયાએ કહ્યું.

“ના….બીજા કારણે નોહતું તૂટ્યું… ત્યાંના બધા જ ચિત્રો જેમના તેમ  હતા. ફક્ત એક રીંછના ચિત્રને છોડીને. આ એ ઈશારો હતો. ત્યાર પછી જે રીતે તેનું વર્તન હતું, તે જોઈને મને તેની ઉપર શંકા થઈ.  તે રીંછની ચોરી પકડાઈ ગઈ. ત્યારે તે આપણને ઉલજાવા બીજા રીંછ ઉપર તુટી પડ્યો. તે રીંછને એવું લાગ્યું કે તેની પીઠ પાછળ રહેલો નાનો નિશાન કોઈની નઝરે ચડ્યો નથી. આટઆટલું થયા છતાં તે ભોળપણનો નાટક કરતો હતો. જાણે કઈ થયું જ ન હોય!
જ્યારે મેં સુરંગ ખોલવાનું કીધું ત્યારે તે ચાલાકી પૂર્વક આગળ ન આવ્યો.” રાજદીપે કહ્યું.

ક્રમશ

image

image

image

રહસ્ય:૧૮

રોમાંચ, ડર, આનંદ તમામ જાતની લાગણીઓની મનમાં હાથપાઈ ચાલતી હતી. જે રીતે ભમરી ઊડી રહી હતી. તેનાથી શરીરમાં વિવિધ લાગણીઓ ફૂટી રહી હતી. નદીનો તેજ પ્રવાહની વિરુદ્ધ દિશમાં ફરી અમે, તે પહાડ તરફ જઈ રહ્યા હતા.
પહાડની ઉપર ચમકતી વનસ્પતિ તારાઓ જેવી લાગતી હતી. આખું પહાડ ઝગમગી રહ્યો હતો.
જાણે ચંદ્રનો કોઈ ભાગ અહીં ધરતી પર આવી ગયો હોય…
તેમાંથી વહેતો, નદીનો પ્રવાહ ચાંદની જેવો લાગતો હતો. ચારે તરફ ચમકતું જંગલ,જીવ-જંતુઓમાંથી ઉઠતી ચાંદની નરી આંખે જોઈ શકાતી હતી. જાણે તે શરીરમાંથી આત્મા નીકળી બ્રહ્માંડ તરફ ગતિ કરી રહી હોય.
      
           ****

“આપણે ગુફાની અંદર જવાનું છે.” રાજદીપે કહ્યું.

“હું તમારી મદદ કરીશ.. ગુફા સુધી લઈ જવામાં….”
રાજદીપે અને મજીદ સિવાય બધા આશ્ચર્યચકિત હતા. અવાજ આવ્યો તો આવ્યો ક્યાંથી? જાડો ઘેરો અવાજ કોનો હોઈ શકે?

“આ ભમરી આપણી ત્યાં, આપણને ગુફામાં લઈ જવામાં મદદ કરશે.” રાજદીપે કહ્યુ.

“ભમરી નહિ, કેપ્ટન, મારુ નામ વર્ટા છે.”
“સોરી……સોરી… આપણી મદદ વર્ટા  કરશે.” રાજદીપે કહ્યુ.

ખરેખર ભમરી બોલે છે? કે પછી રાજદીપ અને મજીદની કોઈ બદમાશી છે?

આસપાસ તમામ ભમરાઓ ઉપર બેઠા બેઠા અજય મજીદ, કલ્પેશ તો જાણે ખરેખર આ બોલે છે તે ચેક કરવા તેઓના નામ પૂછી લીધા….

“ઓહ આ તો ખરેખર બોલે છે.”

” મેં જ્યાં સુધી સાંભળ્યું છે. દુનિયામાં દરેક નામકરણ કે નામ પાછળ કોઈ અર્થ છુપાયેલો હોય છે. તમારા નામનો શુ અર્થ થાય છે?” પ્રિયાએ કહ્યું.

“ફરીથી શુરું થઈ ગઈ, આ માણસ કોઈ વાતની ખાલ ના ઉખેડી નાખે ત્યાં સુધી તેને ચેન ના આવે…” કલ્પેશ કહ્યું.

“વર્ટાનો અર્થ થાય છે,  ભમરીઓ નો રાજા….
મારી સાથે રહેલી દરેક ભમરીમાં નામ નો જુદો જુદો અર્થ થાય…
અહીંના મોટા ભાગની પ્રજાતિ તમારી ભાષા સમજે છે અને દુશ્મન પણ એટલા જ છે.” વર્ટાએ  કહ્યું.

“અમારા દુશ્મન? અમે તો અહીં કોઈને ઓળખતા પણ નથી..” અજયે કહ્યું.

“તમે નથી ઓળખતા, પણ તમે જે મણી માટે અહીં આવ્યા છો, તેના સુધી પોહચવા અને તેને મેળવવા હજારો વર્ષોથી  પ્રયત્ન થઈ રહયો છે. પાતાળ લોકના ઇતિહાસમાં લેખલું છે કે બીજી દુનિયાથી અહીં લોકો આવશે, તેની મદદ કરવાવાળા પણ હશે અને તેને મારવા વાળા પણ હશે….”

પહાડ તરફ જવા બધા વધી રહ્યા હતા. ઊપરથી વીજળીની ગતિએ બાજની એક ફોજ અમારી પાછળ આવી રહી હતી. તેના અવાજથી વાતાવરણ ગુંજી રહ્યું હતું.

“મેં કહ્યું હતું ને, લ્યો આવી ગયા દુશ્મન….”
ભમરીઓ, બાજથી બચવા પોતાની રસ્તો બદલી રહી હતી. બાજ તેનાથી ચાર-પાંચ ગણા વિશાળ હતા.

“ટાઈટ પકડજો……”
જાણે આકાશમાં યુદ્ધના વિમાનો ઉડી રહ્યા હતા.

વર્ટા તેના સાથીઓ, અલગ અલગ દિશામાં ગયા….
દરેક ભમરાની પાછળ, બાજ કાળની જેમ મંડરાઈ રહ્યા હતા.

” વર્ટા તારી અને અમારી કોઈ દુશ્મની નથી. તું માનવ અમને આપી દે…..”  બાજ બોલ્યો.

“માફ કરજે દોસ્ત…..”
કહેતા, તે કાંટાળા વૃક્ષની એકદમ સામે આવી હટી ગયો…
અણીદાર, કાંટો તેના શરીરના આરપાર થઈ ગયા.

વર્ટા કોડ વર્ડમાં કઈ બોલતો હતો.
” શુ કીધું વર્ટા?”અજયે કહ્યું.
“ત્યખના તરફ જવાનું છે. તે લોકોને મેં કહ્યું, તમે નીકળો હું, આ લોકોને ઊલજાવીને રાખું છું.”

બધી ભમરીઓ, એક અલગ અલગ દિશાઓ માંથી એક થઇ ગઈ, વારંવાર રસ્તાઓ બદલતી, એક-એક કરી ત્યાંથી ખુફિયા ત્યખાના તરફ વળી ગયા! વર્ટાએ ખૂબ જ ચાલાકી પૂર્વક અને રણનીતિ સાથે બધાને અહીંથી ત્યખાના તરફ પોહચાડી દીધા હતા.

ફક્ત અજય અને વર્ટા રહ્યા હતા. તેની પાછળ બાજની આખી ફોજ હતી.

” ત્યખાના તરફ નીકળી જઈએ…” અજયે કહ્યું.
“ના, એમ કરવાથી આપણાં બીજા સાથીઓ પણ ખતરામાં મુકાઈ શકે છે.”

“અલવિદા દોસ્ત…. ટાઈટ પકડજે….” અજય કઈ સમજ્યો નહિ… વર્ટાએ પોતાના શરીરનો તમામ બળ, લગાવી તેના શરીરની અનોખી બનાવટ પ્રમાણે તેના શરીરનું  તાપમાન વધારી દીધું હતું.  જેથી તેની ગતિ, ત્રણથી ચાર ગણી વધી ગઈ….
અજયને મણી વાળી ગુફા સુધી વર્ટા લઈ આવ્યો.
તેનું  શરીર લાલ થઈ ગયું  હતું .

” મારી પાસે ફક્ત પાંચ મિનિટ છે. બાજ અહીં દસ મિનિટમાં પોહચી આવશે…..આગળ એક ભલ્લુક તમારી મદદ કરશે ગુફામાં આગળ લઈ જવા માટે, બીજા મિત્રો પણ ત્યાં મળશે.તું નીકળ મારી.. ચિંતા ન કર”.

“પણ….”

“તું જલ્દી અહીંથી નીકળ…. આપણી પાસે સમય નથી.”
કહેતા જ તેના શરીરમાં એક જોરદાર વિસ્ફોટ થયો.. તેના શરીરના ટુકતા ગુફામાં  ચારે તરફ ફરી વળ્યાં.
    

        *****

ચુના પથ્થરોના આ પર્વતમાં અંદર, નાનાકડી સુરંગવાળા રસ્તાથી અજય આગળ વધ્યો..
અજીબ જણાતી કોઈ લિપિમાં અહીં દીવાલો પર ચિત્રો દોરેલા હતા.
“અહીં કઈ સભ્યતાઓ હશે?”
મનોમન તે વિચારતો હતો. બાજ અને બીજા દુશ્મન કોઇ પણ ક્ષણે અહીં પોહચી શકે છે. જેથી તે સુરંગના રસ્તે આગળ વધી રહ્યો હતો.

“વર્ટા કહ્યુ હતુ કે એક ભલ્લુક અમારી મદદ કરશે.”

તેઓ એક એવી જગ્યાએ આવી ગયા જ્યાં ત્રણ મુખ હતાં. વનવાસીઓ અને રાજદીપ અને ટીમ ત્યાં ઉભી હતી.

“વર્ટા ક્યાં છે?’ રાજદીપે પૂછ્યું.

“તેણે મારા માટે પોતાનું બલિદાન આપી દીધું… તેને કહ્યું હવે અહીં આગળ તમારી મદદ એક ભલ્લુક કરશે..”

“ભલ્લુક?”

ત્રણ રસ્તા પછી આગળ હવે સુરંગમાં અંધારું હતું.

“ચમકદાર પથ્થર ક્યાં છે?” રાજદીપે કહ્યુ.

અજયે પથ્થર કાઢ્યો પણ તે નિસ્તેજ થઈ ગયો હતો. તેનો ભાગ કાળો પડી ગયો હતો.

“આવું કેમ શક્ય છે?” અજય બોલ્યો.
વનવાસીઓએ પથ્થર હાથમાં લઈને તેને રગળ્યો, પણ તેમાં કોઈ જાતનો પ્રકાશ ઉત્પન ન થયો.  રાજદીપે બેગમાંથી એક ચમકતી વનસ્પતિનો ટુકડો કાઢ્યો.

“રાજદીપે આ ક્યારે બેગમાં મૂક્યું?”
“આર્મીમેન હમેશાં પ્લાન બી બનાવી ને જ નીકળે, એવું જરૂરી નથી.આપણે ઇચ્છીએ  દર વખતે તેજ થાય?”

“આ જ તો એક કોમન મેન અને સોલ્જરમાં ફરક છે.રાજદીપ…” પ્રિયાએ કહ્યું.

દીવાલો પર અલગ લિપિમાં કઈ લખેલું હતું. વિવિધ ભીત ચિત્રો દોરેલા હતા. સફેદ ચુના માટીની આખી દિવાલોમાં કોતરણી દ્વારમાં લખવામાં આવ્યું હતું. સંપૂર્ણ શિવમ ટાપુનો નકશો, ડાઈનોસોર, ઝરણાઓ, પહાડો, જ્વાળામુખી,વનવાસીઓ, જહાજો….

“અહીં જુવો, અહીં કેટલાક વનવાસીઓ, કેટલાક માણસો અને બે રીંછ દેખાય છે.”  રાજદીપે દીવાલ પરની કોતરણી જોતા કહ્યું.

“ક્યાંક આ આપણે તો નથી ને? શુ તે સભ્યતા ભવિષ્ય જોઈ શકતી હતી?” પ્રિયાએ કહ્યું.

“આપણે હવે આગળ વધવું જોઈએ.” રાજદીપે કહ્યુ.

વણાંકવાળી આ સુરંગ જાણે પુરાણીક એન્જીનીયરીંગનો બેજોડ નમૂનો હતી.
“આ સુરંગ કુદરતી નહિ, માનવ રચિત છે.” અજયે કહ્યું.

” આજના યુગમાં પણ બનવવાનું અસંભવ હોય તેવી આ ગુફાઓ તેમણે કઈ રીતે બનાવી હશે?” રાજદીપે માથું  ખંજવાળતા પ્રિયા તરફ જોયું.

” તે આપણાંથી વધુ એડવાન્સ હતા. રાજદીપ તમને યાદ છે, આપણે જે ટાપુઓ પર પોહચ્યા હતા ત્યાં ઘણાબધા સ્ટેચ્યુ હતા. મોટા મોટા વિશાળ સ્ટેચ્યુઓ?”
“હા…. યાદ છે.”

“મને એવું લાગે છે, તે ટાપુ અને આ સુરંગ સાથે બહુ ગેહરો સંબધ છે. તે સ્ટેચ્યુઓ અને આ ગુફા કોઈ એક સભ્યતાના લોકોએ જ બનાવી હશે.”

“તેઓ આટલા વિશાળ સ્ટેચ્યુ બનાવી શકે, તો તેની પાસે કોઈ સારી તકનીક અને બેહતર એન્જીનીયરીંગ નું જ્ઞાન હોવું જોઈએ. આ સુરંગ તેનો જીવતો જાગતો ઉદાહરણ છે.” રાજદીપે કહ્યું.

“ભારતમાં આવી સુરંગોની જરૂર છે.” અજયે કહ્યુ.

“કેમ?” રાજદીપે પૂછ્યું.

“આવા રસ્તાઓ સુરંગો હોય તો આટલી વધુ વસ્તી, ધરાવતા ગીચ શહેરોમાં જમીન નીચે સરળતાથી રેલવે અને મેટ્રો ચલાવી શકાય….. “
“હા હા હા….. તારો આ વિચાર હું ઘરે પોહચતા પ્રધાનમંત્રી  સુધી જરૂર પોહચાડીશ…” પ્રિયાએ કહ્યુ.

સુરંગની વધુ આગળ વધતા, સામે એક વિશાળકાય રીંછ મળ્યો…જેનુ શરીર આખું સફેદ હતું. ફક્ત પાછળના ભાગે કાળો દબ્બો હતો.

“નમસ્તે…. હું ભલ્લુક છું. તમારી મદદ માટે….”

“આ તે જ ભુલ્લક છે.જેના વિશે વર્ટાએ કહ્યું હતું.” અજય બોલ્યો.

“ઓહ વર્ટા.. મેરા અઝીઝ દોસ્ત… ક્યાં છે તે આજકાલ?” ભલ્લુકે કહ્યુ.

“તેની મોત થઈ ગઈ….” અજય ના ચેહરાનો રંગ બદલાઈ ગયો. ફરી તે દ્રશ્ય તેની આંખે સામે આવીને ઊભું રહી ગયું.

ક્રમશ